________________
૩૫૬
[ પંચસૂત્ર-૪
વગેરે મુનિઓ તત્વના અભિનિવેશથી કઠેર તપસ્યા, સંયમપાલન અને સૂત્ર-સ્વાધ્યાય આદિમાં અત્યન્ત દઢપણે પ્રગતિ કરતા રહ્યા.
(૩) વિધિપરતા તત્તવને અભિનિવેશ હોવાથી વિધિ તત્વ પર પણ દઢ આગ્રહ હોય. તેથી એ વિધિ દઢપણે સાચવે. સૂત્રાધ્યયનની વિધિમાં તે તે સૂત્રને ચગ્ય કાળ, શુદિના વિય– બહુમાન, ગદ્વહન (નિયત તપસ્યા, વંદન, કાર્યોત્સર્ગ વગેરે વિધાન), ગુરુને અનપલાપ, વગેરે જ્ઞાનાચારનાં પાલન સાથે, વાચના-માંડલીમાં યથાક્રમ સ્થાન, ગુરુનું આસનસ્થાપન, સ્થાપનાચાર્યસ્થાપન, વગેરે વિધિ સાચવી સૂત્ર, અર્થ અને સૂત્રોનું અધ્યયન કરે.
(૪) સૂત્રને પરમ મંત્ર સમજી ભણે. અર્થાત કે અપૂર્વ મહાન લાભદાયી શ્રેષ્ઠ મંત્રને અભ્યાસ જેટલી એકાગ્રતાથી અને જે ભાવોલ્લાસભર્યા હદયથી થાય છે, તે રીતે સૂત્રને બીજા પાસેથી સાંભળવાનું અને પછી સ્વયં ભણવાનું કરે. મંત્રની ઉપમા એટલા માટે, કે જેમ મંત્ર સર્પાદિના એક ભવનાશક ઝેરને કાઢી નાખે છે, તેમ અનંતજ્ઞાનીએ ઉપદેશેલ સૂત્રો સર્વશ્રેષ્ઠ મંત્ર હેઈ, અનેક ભવનાશક રાગદ્વેષરૂપી ઝેરને કાઢી નાખે છે. માટે સૂત્રાધ્યયન તેવા અતિ ઉચ્ચ એકાગ્રભાવ અને ઊંચા શુભ ભાલ્લાસપૂર્વક કરવું જોઈએ. નાના બાળ વજકુમારે ઘેડિયામાં પડયા પડયા સાધ્વીજીથી ગેખાતા સૂત્ર પર એવું એકાગ્ર ધ્યાન રાખ્યું કે એ બાળને ત્રણ વર્ષની ઉમરમાં આગમ કંઠસ્થ થઈ ગયા ! બ્રાહ્મણ હરિભદ્ર સાધુ થઈ જિનાગમેને મંત્રવત ભણતાં પ્રખર શ્રદ્ધાળુ, ધુર ધર વિદ્વાન, અને ટંકશાળી શાસ્ત્રોના સમર્થ નિર્માતા આચાર્ય બન્યા !