________________
પ્રત્રજ્યા પરિપાલન ]
૩૬૧
એટલે મેાક્ષ અને અનિષ્ટ ફળ એટલે ઉન્માદાદિ. સઅનુષ્ઠાનનું ફળ મેાક્ષ છે. પ્રતિજ્ઞાભંગાદિનુ ફળ ઉન્માદાદ છે. કહ્યુ છે કે સાધુપણાનું સાચું ફળ મેાક્ષ છે; મેાક્ષ સિવાયનું ફળ એ ખેતીમાંથી પાકના બદલે ઘાસના ફળ જેવુ છે, એ વસ્તુગા ફળ જ નહિ ગણાય. વિધિ સહિત શ્રમણુપણાનુ ફળ મેાક્ષ છે, તેથી ઉલ્ટું', લીધેલી પ્રતિજ્ઞાના ભંગ આદિનું, અર્થાત્ આરાધનાને બદલે ઘેાર વિરાધનાનું ફળ ઉન્માદ વગેરે ઘણું ઘણું આવે; નહિ કે એકલે સમ્યક્ત્વને નાશમાત્ર ! કેમકે એમાં થયેલા સલિષ્ટ ભાવ એના નિળ ચિત્તને નાશ કરે છે. પ્રતિજ્ઞાના ભગ કરનારને ઉન્માદ (ચિત્તભ્રમ, ગાંડપણું વગેરે) થઈ જાય, કાઈ દીર્ઘ કાળના રાગ-વ્યાધિ મળે, અથવા કેવળી સ ભગવાને ભાખેલા શુદ્ધ ધર્માંથી ભ્રષ્ટ થવાનું મળે છે ૫૦-અનારાધના (અવિધિથી સાધના)નું કેમ કાંઈ ફળ નહિ ?
ઉ૦-એટલા માટે, કે નિશ્ચિતપણે એટલે કે વસ્તુગા તે, એણે આરાધનાને પ્રારંભ (ઉદ્યમ) જ કાં કર્યાં છે? હાય તત્ત્વથી અનારાધના અને આરાધનાનું ફળ આવે, એ કેવી રીતે બને ? સામગ્રી જો આરાધના કરતાં જુદી, તે। આરાધનાની સામગ્રીનું જે ફળ, તે અહીં ન જન્મે, નહિતર અતિપ્રસ’ગ આવે, દા.ત. સામગ્રી હાય વજ્રની,—સુતર, વણકર, શાળ વગેરે, અને કાય જુદુ નીપજે ઘડા, એવું કાં ન ખને? પણુ એમ મનતું નથી, એમ અનારાધના થકી આરાધનાનુ ફળ ન નીપજે.
-
પ્ર-સૂત્રાદિ માટે પરિશ્રમ કરવા છતાં, વિધિની ઉપેક્ષા કરીને એ અનારાધક મની રહ્યો છે, એ શી રીતે એળખાય ?