________________
૩૬ર
[પંચસૂત્ર ઉ૦–અનરાધક એ હોય છે કે જ્યારે એને ઉન્માર્ગથી જુદે પાડીને શુદ્ધ નિર્દોષ (મોક્ષમાર્ગનો તારિક ઉપદેશ દેવામાં આવે, ને કહેવામાં આવે કે “આ રીતે અમાર્ગ કહેવાય, આમ આમ ઉન્માર્ગ (માર્ગનું ઉલ્લંઘન) કહેવાય, માર્ગ તે આ હાય, ત્યારે એ સાંભળતાં એના મનને દુઃખ થશે; અથવા એની તરફ અવગણના કરશે; અથવા એને સ્વીકારશે નહિ.
સામાન્ય રીતે અનારાધકના ત્રણ પ્રકાર –(૧) પહેલે ભારે કમી જવ, તેને શુદ્ધ માર્ગના ઉપદેશ વખતે, સિંહનાદથી મૃગલાં ત્રાસે, એમ ત્રાસ–ફફડાટ થશે. “આવું આવું બંધન કેમ રાખ્યું હશે ? આવાં ઝીણાં ઝીણાં વિવિધ પ્રકારનાં કેટલાં કષ્ટ ?” એમ દુઃખ થશે. “મૃતધર્મ સૂત્ર તે અમૃત છે, એ તે એકાંતે કલ્યાણકારી હોય. એમાં વળી અમુક વિધિ ન સાચવી એટલે શું કલ્યાણકારિતા મટી ગઈ?”.ઈત્યાદિ ઈત્યાદિ એને દુઃખકર વિકલ્પ થશે. (૨) એવા જીવથી જરા કર્મલઘુ મધ્યમ જીવને એવું દુઃખ તે નહિ, પણ એવા વિધિમાર્ગના ઉપદેશની અવધીરણ અવગણના થશે; મન કહેશે “ઠીક છે, શાસ્ત્ર તે આ વિધિ ને તે વિધિ કહે, આપણે તો કરતા હોઈએ તે કરે. (૩) ત્રીને એથી પણ વિશેષ લઘુકમી અને ત્રણેમાં સૌથી ઓછો અગ્ય જીવ માર્ગ દેશનાની અવધીરણા ય નહિ કરે, પરંતુ એમ તે સ્વીકાર પણ નહિ કરે કે “ આ વિધિમાર્ગ બરાબર છે, જરૂરી છે.
સૂવાધ્યયનવિધિઃ
આ ત્રણ પ્રકારના જીવની સૂત્રાધ્યયનાદિ પ્રવૃત્તિ આરાધનારૂપ નથી, અનારાધના છે, કેમકે વિધિમાર્ગને સ્વીકાર જ નથી, પછી પાલનની શી વાત એ છવ સૂત્ર ભયે એ