________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૫૫
અભિનિવેશ રાખવાનું કહે છે. એથી સૂચિત થાય છે કે અતત્વ અંગેના, ને તુચ્છ વસ્તુ, અકિચિત્કર વસ્તુ, ખાન-પાનાદિ અંગેના અભિનિવેશ યાને દુરાગ્રહ ખોટા છે. એની પકડ કદી નહિ રાખવી, નહિતર ઉસૂત્ર-ઉન્માર્ગના ભયંકર પાપમા ચડી જવાશે ! એવા અભિનિવેશથી બચવા તત્વને અભિનિવેશ, આગ્રહ, પકડ, મમત્વ એ સચોટ ઉપાય છે. કેમકે એ જે હશે તે મને કહેશે, “જગતમાં સાચું તે આ જ; સારભૂત આ જ. બાકી બધું અસત્ય છે, અસાર છે તત્વ જ જીવનને સચેતન બનાવે છે, આત્માને પ્રજ્ઞતાને માગે ચડાવે છે, મનને નિર્મળ કરે છે. અતવથી તે જીવન જડ, આત્મા મૂઢ, અને મન મેલું રહે છે તત્ત્વની બલિહારી છે. એમાં મતિ સાફ અને પ્રવૃત્તિ સન્માગી બને છે. એ માટે તત્વને અભિનિવેશ જોઈએ જ. તવાભિનિવેશ વિના પ અનર્થ તત્વની ગાઢ પકડ મમત્વ નહિ હોય, તે (૧) “ભાઈ ઠીક છે આ ય”, એવી ઠીકઠીક શ્રદ્ધાથી ચિત્ત અવસરે ચલિત થતાં વાર નહિ લાગે. (૨) અભિનિવેશ યાને દઢ મમત્વ નથી તેથી અવિધિ કરી નાખશે. (૩) વિષયરૂપી અતવનાં આકર્ષણ વશ, ભણાતા સૂત્રની વાર્તા હૃદયમાં જચશે નહિ. સ્થિર નહિ રહે, સામાન્યરૂપ લાગશે. (૪) એટલે પછી ગમે તેટલાં આગમ ભણે છતાં આત્મા કરો થાકાર ! એમ (૫) બીજા પ્રસંગેામાં પણ તવના આગ્રહ ન કરવાથી પ્રમાદ, ખલના, મિથ્યા વસ્તુનાં આકર્ષણ વગેરે એમજ ઉભા રહેશે. આનદ કામદેવાદિ શ્રાવકે તવના અભિનિવેશવાળા હતા તેથી દેથી પણ ચલિત થયા નહિ! માગને જરા ય બાધ પહોંચાડ્યો નહિ. એમ સુવ્રતમુનિ, ધન, શાલિભદ્ર,