________________
૩૪૮
[પંચસૂત્ર-૪ જાતની હોશિયારી દેખાડવાનું પણ થશે; (૫) પ્રસંગે ગુરુની સલાહ લેવાનું મન નહિ થાય; (૬) બાટાં સાહસને સંભવ રહે છે. સિંહગુફાવાસી મુનિએ ગુરુ-બહુમાન ગુમાવ્યું તે એમની સલાહ ઓળંગી વેશ્યાને ત્યાં ચોમાસુ કરવા ગયા, અને પડયા! (૭) બહુમાન નહિ તેથી અભિમાન ષિાય; એથી જ્ઞાનાવરણાદિ કર્મ વધે! બીજી સાધનાઓ નિષ્ફળ જેવી નીવડે.
ગુરુ-બહુમાનથી મૃગાવતી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય, પુષ્પચૂલા વગેરે કેવળજ્ઞાન પામ્યા
(૩) તેમજ મુનિ “વિનીત” એટલે બહારથી પણ અત્યંત વિનય-મર્યાદાવાળો હોય; શુશ્રષા, સેવા અને ભક્તિમાં તત્પર જ રહેતો હેય; ગુરુની આજ્ઞાને શંકા વગર હર્ષથી ઉઠાવતે રહે એટલું જ નહિ, બલકે ઘણું તે ઈશારાથી સમજી, તેમ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ પરથી સમજી, ગુરુની સેવા બજાવીને વિણયમૂલે ધ' ધર્મના પાયામાં વિનય જોઈએ એ સમજી, એને અનુકૂળ વતી લે. એને કહેવું ન પડે ગુરુના અવિનયથી ૬ નુકશાન :
ગુરુવિનય ચાર જ્ઞાનના ધણી, પ૦,૦૦૦ કેવળજ્ઞાનીના ગુરુ, અને સ્વયં દ્વાદશાંગીના રચયિતા તથા પ્રથમ ગણધર શ્રી ૌતમ સ્વામી જેવાએ સુંદર આરાધે! તે આપણે તે એમના આલ બને અવશ્ય સાધવો જ જોઈએ, ગુરુવિનય નહિ હોય તો (૧) અવિનય, ઉદ્ધતાઈ બાવે, (૨) મદ પોષાય. (૩) કાયાની સુખશીલતા અનાદિ કાળની જેમ અહીં પણ અકબંધ રહી ભારે કર્મબંધન કરાવે. (૪) વારંવાર વિનય સાચવીને સુખશીલતામદાદિના કુસંસ્કારભૂંસતા જવાની સુવર્ણ તક જાય! (૫) ઈતર પણ