________________
પ્રવજ્યા પરિપાલન ]
૩૩૩ તેને જ ઉપાય કહે તેની પૂર્વનાને શા માટે ઉપાય કહે છે? અથવા (૨) જ્યારે અમુક ઉપાય એ સામગ્રીના અભાવે કાર્ય નથી કરતે તે તેને ઉપાય જ શા સારુ કહે? (૩) અથવા શુદ્ધિ સચવાય તે જ જ્યાં કાર્ય થાય છે, ત્યાં શુદ્ધિ જ કારણ કહેવી. ઉપાય શા માટે કારણ? અંતિમ સિવાયના કેમ કારણ?
ઉ૦-આ ત્રણનું સમાધાન એ છે, કે (૧) છેલ્લા કારણને જન્માવનારાં કારણે વ્યવહારથી આ કાર્યમાં પણ કારણ કહેવાય. દા. ત. વીતરાગ પર અવિહડ રાગ થાય તે જ દુનિયાની આસક્તિ ઓછી થતી આવે. એમ કરતાં એ છૂટી, પછી બાકીની આસક્તિ છૂટતાં વાર નહિ. માટે સર્વથા અનાસક્તિ માટે વીતરાગ પર રાગ ઉપાય થયે. એને વ્યવહારથી વીતરાગતામાં કારણ કહેવાય, નાગકેત જિનભક્તિમાં એવા લીન બનેલા તે આગળ વધતાં અનાસક્ત બની વીતરાગ થયા. (૨) બીજું વ્યવહારમાં તે કેઈ ઉપાય દા. ત બીજ–સંગ્રહ કરવાનું આદરવાથી, બીજી ખેતર વગેરે સામગ્રીના અભાવે પાકનું ફળ ન આવે તે પણ તે બીજને ઉપાય તો કહેવાય જ છે. કારણ? બીજા અનુકૂળ સંજોગો મળે તો તે કાર્ય કરી શકે છે માટે. વળી જે કોઈ ઉપાય બીજાને આકષી લાવે છે, દા. ત. મંગળ વિદનનાશને ઉભું કરે છે, તે આ તરાય જવાથી સિદ્ધ થતા કાર્યમાં મંગળ પણ ઉપાય મનાય છે. (૩) એમજ દા. ત. ગુરુને ચુંગ ચારિત્રશુદ્ધિમાં કારણ એ છે કે એ બીજું કારણો ગુરુવિનય, વાચના ગ્રહણ-આસેવનશિક્ષા અને ક્ષોપશમને તાણું લાવે છે. જે ગુરુગ જ નહિ, તો ગુરુને વિનય શી રીતે કરે? વાચના, શિક્ષા, કયાંથી બને ? એ વિના ક્ષપશમ શી રીતે થાય?