________________
પ્રવજ્યા-પરિપાલન ]
૩૪૩
રાજે કુનેહથી ધીરે ધીરે એ બધું મુકાયું. તે એ પિતમુનિ મહાન સાધુ બન્યા, ચિત્તકલેશ રહિત થયા, સમજી ગયા કે પૂર્વગ્રહની ચર્ચામાં કલેશ હતે.
એમ ગ્રહ=લૂગહનું દુઃખ પણ ભારે, કેમકે એથી કેઈન દ્વારા ખોટી રીતે વ્યક્ઝાહિત થતાં ગુર્વાદિ પર અરુચિ, અણગમે થાય છે. અગર સાધનાના અંગ પ્રત્યે અભાવ કે બેદરકારી થાય છે અને કદાચ ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ થવાનું પણ બને છે! સિદ્ધર્ષિગણી ગુરુના ના કહેવા છતાં બૌદ્ધ મઠમાં એનું જાણવા માટે ગયા. પણ ત્યાં ય પેલાઓએ એમની તેજસ્વી બુદ્ધિ દેખી એવા ચડાવ્યા કે “અહીં અમારા આચાર્ય બને. ” હવે એવા વ્યગ્રાહિત થઈ પાછા પૂર્વની કબુલાત મુજબ ગુરુને એ (રજોહરણ) પાછે સેંપવા આવ્યા. ત્યાં ગુરુ સમજાવે છે, છતાં બૌદ્ધનું આકર્ષણ છૂટતું નથી. એટલે ગુરુએ એમને શ્રી હરિભદ્રસૂરિ–રચિત જિન અને જૈનશાસનની અવલ વિશેષતાઓ સમજાવતે શ્રી લલિતવિસ્તરા” ગ્રન્થ વાંચવા આપે એથી દહ છૂટી પક્કા સાધુ બન્યા અને એમણે વિશ્વમા અપ્રતીમ રૂપક ગ્રન્થ “ ઉપમિતિ ભવપ્રપંચ કથા” લખી !
(૪) “પસમસુહમેએ ?–અગ્રહ અને ગ્રહની પકડમાંથી જે બચ્ચે, એણે તે મહિને લપડાક લગાવી કાઢયે ! મહાન કમબધ સહેલાઈથી અટકાવ્યું ! દેને પિષણ ન આપ્યું, અને ગુણેને આવવા અદ્દભૂત અવસર આપે. તેથી કષાયોની હોળી શાંત થઈ ગઈ એટલે હવે મુનિ દિવ્ય પ્રશમ સુખથી ભરેલા હોય. ફોધ દુઃખ છે, ફોધ નથી એ મહાન સુખ છે. માન કે