________________
૩૪૨
[ પંચસૂત્ર–૪ અજ્ઞાન-પરીસહ સહન કરી બારે વરસ ગેખવા સાથે આંબેલ કર્યો ગયા, તો જ્ઞાનાવરણાદિ કર્મોના ભારે વિવંસ કરનારા બન્યા.
લો) વળી ગહ” ગ્રહપરિયડ પૂર્વગ્રહ કે વ્યગ્રહ. તેનું પણ દુઃખ ભારે! સઘળા કલેશનું મૂળ પરિગ્રહ છે. એમ પૂર્વગ્ર, દુહ પણ કલેશરૂપ છે. એ પાપ તે સાધુમાંથી દૂર જ રહેવું જોઈએ.
પરિગ્રહનાં દુઃખ “આયે દુખં વ્યયે દુઃખમ ” વગેરેથી પ્રસિદ્ધ છે. અર્થના ઉપાર્જન-વર્ધન-સંરક્ષણ-વ્યય ઈત્યાદિમાં દુઃખને પાર નથી. ચિત્ત સંકલેશમાં રહ્યા કરે છે. રત્નાકર સૂરએ મેતીનો સંગ્રહ રાખેલે, તેની ખબર પડવાથી શ્રાવકે વ્યાખ્યાન સભામાં સૂરિને પ્રશ્ન કર્યો કે “મુનિ પરિગ્રહ રાખી શકે ?” સૂરિજીએ અનેક રીતે વિવેચન કરી પ્રશ્ન ઉડા. એમ જ ચાલ્યું, છેવટે પોતે સમજી ગયા કે મારા મોતીને પરિગ્રહ મને આ રીતે સંક્લેશમાં મૂકાઇ રહ્યો છે, તેથી મતીને ચૂર કરી આકાશમાં ઉડાડી દીધે, અને પછી જે વ્યાખ્યાન આપ્યું તેને શ્રાવક પર અદ્દભુત પ્રભાવ પડ્યો. શ્રાવકે પૂછતાં એમણે ખુલાસે કર્યો. સૂરજીએ એ પછી સુંદર “રત્નાકર પચ્ચીશી” રચી.
પૂર્વગ્રહનું દુઃખ પણ ભારે. એમાં અમુક જાતના પૂર્વબદ્ધ અનુચિત ખ્યાલને લીધે ચારિત્રધર્મની સાધનાના અંગોમાં ખામી આવે છે. આર્ય રક્ષિતસૂરિના પિતા મુનિને પૂર્વગ્રહુ હતો, તેથી એ ચેળ પટ્ટાને બદલે પીતાબર પહેરવા, છત્ર પાવડી રાખતા, ગોચરી નહેાતા જતા. પરંતુ આચાર્ય મહા