________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૩૧૧ સારી રીતે બજાવી, (૬) અતિવિશુદ્ધ નિમિત્તે જોઈ, (૭) વાસક્ષેપથી અધિવાસિત બની, (૮) વિશુદ્ધિ પામતે પામતો ભારે આનંદપૂર્વક લૌકિક ધર્મમાંથી લોકોત્તર ધર્મમાં જવા વડે સારી રીતે પ્રવ્રજ્યા સ્વીકારે.
વિવેચન –આ પ્રમાણે ભાવથી કેઈને ય જરા પણ સંતાપ પમાડ્યા વિના, (૧) સુગુરુ પાસે આવી સમ્યગ રીતે ચારિત્ર અંગીકાર કરે “ગુરુ વિના જ્ઞાન નહિ, ” “ગુરુ દી ગુરુ દેવતા.” અલબત્ ગુરુના લેબાશમાં કુગુરુના પલ્લે ન પડી જવાય એ ખૂબ જવાનું. તે પણ સુગુરુ વિના તે એક ઘડી ય ન ચાલે. સુગુરુ વિના દીક્ષા ય નહિ, અને સુગર વિના શિક્ષા ય નહિ. આનું કારણ એ છે કે દિક્ષા અને તે પછી “ગ્રહણશિક્ષા અર્થાત્ શાસ્ત્રગ્રહણું–શાસ્ત્રાધ, અને “આસેવનશિક્ષા” અર્થાત સાધ્વાચારની તાલિમ એ એમાં નિષ્ણાત થયેલા ગુરુ જ આપી શકે. જાતે ને જાતે, ગુરુના આલંબન વિના, એ લેવાનો દુરાગ્રહ રાખે તે ભૂલ પડી જાય. અનાદિ-અભ્યસ્ત મોહ ક્યારેય પણ છળી ન જાય, એ માટે સંયમ–વિરાગના સ્વયં પ્રખર અનુભવી અને મોહની ચિકિત્સાના શાસ્ત્રરૂપી શ્રી જિનાગમના પૂર્ણ ગીતાર્થ સુગુરુની નિશ્રા જોઈએ જ. એમની પાસે ચારિત્ર સ્વીકારતાં પહેલાં, (૨) પિતાની શક્તિ અનુસારે શ્રી વીતરાગ તીર્થકદૈવની અષ્ટાહ્નિકાદિ પૂજા–મહાપૂજા કરે, અને (૩) મુનિરાજોને આહારવસ્ત્ર–પાત્ર-પુસ્તકાદિથી સન્માને. (૪) તેમજ કૃપણ દુઃખી જીને પોતાની સંપત્તિ અનુસારે ધન આપી સંતેશે. ત્યારબાદ (૫) લઘુવડીનીતિનું આવશ્યક તથા મુંડન, મંગળસ્નાન, ઉચિતવેશ વગેરે અવશ્યકરણયને સારી રીતે સાચવીને, (૬) પછી સારાં