________________
૩૧૪
[પંચસૂત્ર-૩
છે. આમ દીક્ષા લેતાં સાચવવાના આવશ્યક રહસ્યભર્યા છે.
(૯) હવે દીક્ષા-સ્વીકાર કરવાને તે પ્રશસ્ત નિમિત્તો યાને શુભ શુકન, શુભ શબદ, શુભ તિથિ-વાર–નક્ષત્ર-કરણ–ચાગલગ્ન જોઈને કરવાને; કેમકે એ કાર્યમાં ઉલ્લાસ પ્રેરે છે, અને કાર્યને યશસ્વી બનાવે છે. ખરાબ નિમિત્તોમાં આદરેલું કાર્ય પાછા પાડે છે, અનર્થ કરે છે એ જગતને ઘણે અનુભવ છે. માટે સારાં નિમિત્ત પકડીને દીક્ષાગ્રહણની ક્રિયા કરવી. કિયા એટલા માટે જરૂરી છે કે એથી () “ગુરુના હાથે હું દીક્ષિત થયે છું? એ ભાવ પર નમ્રતા રહે,(ii) આજ્ઞા–પ્રતિબદ્ધતા રહે, (iii) અરિહંત-મુનિઓ વગેરેની સાક્ષાથી દિલ પર જવાબદારીને ભાર આવે. તેમજ(iv) કલ્યાણું ગુરુઓના હસ્તે કાર્ય થાય તેમાં વિશેષ પવિત્રતા–પ્રભાવકતા આવે. ક્રિયાને બદલે, એમને એમ
હવે સાધુ એવી કલ્પનાથી બેસી જવામાં આ લાભ ન મળે.
(૭) “મંત્રિત વાસક્ષેપ મારા માથે પડે છે એ ખ્યાલ ચિત્તનો ભાવને વિશેષ ઉજજવળ અને ઉત્સાહી બનાવે છે. મંત્રિતનો પ્રભાવ પણ અજબ હોય છે. “ગુરુથી મંત્રિત છે એ ભાવ ગુરુ પ્રત્યે ગૌરવ વધારે છે.
(૮) ચારિત્ર સ્વીકારતાં સમયે સમયે અતિ ઉત્સાહ, આનંદ અને વિશુદ્ધ ભાલાસને વધારતો ચાલે છે તે સ્વીકાર વખતે ઊંચા સંયમ અધ્યવસાયને સ્પર્શવા માટે જરૂરી છે. એની, પછીના આખા ચારિત્રજીવન પર અસર પડે છે. ચારિત્ર સિંહની જેમ લઈ સિંહની જેમ પાળવાનું બને છે. ત્યાં લકત્તર ભાવવંદન–દેવવંદન–ગુરુવંદનની શુદ્ધિએ દિલને વિશેષ ભાવે. લાસથી ભર્યું ભર્યું કરી દે છે.
પ્રવજ્યા એટલે? – આ બધું સાચવીને પ્રવજ્યા સ્વીકારે, તે સમ્યગ રીતે,