________________
૩૨૪
[ પંચસૂત્ર-૪
ગૌતમબુદ્ધ પહેલાં જૈન દીક્ષા લીધેલી પરંતુ પછી તપસ્યાપરિસહ–વગેરે પર અભાવ થવાથી ચારિત્ર મૂકી દીધું અને સુખે ખાઈ પી ધ્યાન કરવાને મધ્યમમાર્ગ “માધ્યમિક બૌદ્ધધર્મ” ચલાગે. બિચારાએ જેવું ભૂલ્યા કે ત્યાગ–તપ-પરિસહના સહર્ષ અભ્યાસથી ઈદ્રિ અને મનને અંકુશમાં લીધા વિના અનાદિનું વિષયલંપટ મન શુભ ધ્યાન શું કરી કે ટકાવી શકે ?
રાગના ઉછાળામાં વિપર્યય એ થાય કે એ ચારિત્રભ્રષ્ટ કરે. અરણિક મુનિ રગિલી સ્ત્રીના લેભાયા પડ્યા, ચારિત્રના કષ્ટની ધગશ ઊડી ગઈ અને વિષયેના આકર્ષણમાં એની સાથે ઘર માડી બેઠા ! માટે મુનિ વીતરાગને સતત નજર સામે રાખી રાગને જરાય ઊઠવા ન દે.
વળી વિપર્યય એટલે કે ભ્રાંતિ અનેક પ્રકારે થાય છે. દા. ત. (૧) ઇન્દ્રિયવિષયો, કુમતિ અને માનસન્માનાદિને પરીસહ સમજી એને ત્યાગ અને ઉપેક્ષા કરવી કહી છે, તે ત્યાં એને ઈષ્ટ કરવાને ભ્રમ ન સેવે. તેમ (૨) સાધુચર્યાના કષ્ટને કર્મ ક્ષયને ઉપાય કહ્યો છે, તે ત્યાં “આ અનિષ્ટ છે” એ ભ્રમ ન સેવે. એવા મિથ્યાજ્ઞાનથી હવે એ ઘેરાત નથી. ઈન્દ્રિયની અનુક્ળતા અને માન-સન્માનાદિ મળતાં એનું હૃદય “હાશ! સરસ મળી ગયું! એ તે આપણને જ મળે, બીજાને બિચારાને ક્યાંથી મળે?” એમ એ વધાવી લેતું નથી કે જીવન એ મળ્યાથી સદ્ધર કે સફળ થવાનું માનતું નથી. એમ કષ્ટ પડતાં, “હું અહીં ક્યાં આવ્યું? ક્યાં મેં આ ચારિત્ર લેવાની ઉતાવળ કરી? આ આપણુથી કાંઈ પળે નહિ. કેટલી પરાધીનતા! કેટલાં અપમાન!કેટલા પ્રતિકૂલતા! આના કરતાં તે પહેલાં ઘણું સારું હતું. તે