________________
૩૨૦
[ પંચસૂત્ર-૪ ભ્રાન્તિ ન આવવા દેવી, અશ્રદ્ધા-અનાદર, ન થવા દે, વગેરે અખંડપાલનાર્થ વધતી ભાવવિશુદ્ધિ ને ચિત્તવિશુદ્ધિ બહુ જરૂરી. ભાવશુદ્ધિનાં બાધકતત્ત્વ :
ભાવવિશુદ્ધિમાં ચારિત્રના ભાવ યાને પરિણામ જે બગડ્યા, ચિત્ત જે મલિન થયું, તો એ અખંડ પાલન નહિ થાય. ચારિત્ર-પરિણતિ બગડવાનું એ રીતે થાય છે કે (૧) જે ઉલ્લાસ –ઉત્સાહ સાથે ચારિત્ર માર્ગ સ્વીકાર્યો, તે ઉલ્લાસ-ઉત્સાહમાં મંદતા આવે. ઉત્સાહભંગ થાય. (૨) સર્વત્યાગ કરીને નીકળ્યા પછી સાંસારિક સંબંધીના આકર્ષણ જાગે, સનેહ ઉભરાઈ આવે; (૩) ધન-માલનું મહત્ત્વ લાગે; (૪) સગવડ અનુકૂળતા માટે આરંભસમારંભાદિની ઈચ્છા જાગે, (૫) ક્રોધ-લેભ–ભય આદિવશ અસત્યભાષણને ભાવ થાય; (૬) વારેવારે ધણુના અવગ્રહને શો યાચ એમ કરી અદત્તાદાનની વૃત્તિ જાગે; ધણીને પૂછયા વગર સ્થાનસેવન; પાટપાટલાદિ-ઉપભોગ, વગેરે કરવાનું મન થાય;(૭)સ્ત્રીઓના સુંદર રૂપ-ગાત્ર જોવાની કે મધુરા શબ્દ સાંભળી લેવાની વૃત્તિ થાય; (૮) કામક્રીડા યાદ કરી મન મિઠાશ અનુભવે; (૯)ચારિત્રના ઉપકરણને સંગ્રહ વધારવાનું અને દર્શન, જ્ઞાન, ચારિત્રને નિરુપગી વસ્તુ રાખવાનું મન થાય. આમ સર્વત્યાગનો ભાવ ચૂકી અહિંસાદિ પંચમહાવ્રતનું અંશે પણ ઉલ્લંઘન કરવાની લેફ્સા જાગે; એમ (૧૦) જિનાજ્ઞાએ ચારિત્રજીવન અંગે ફરમાવેલ વિધિ-નિષેધ યાને પ્રવૃત્તિ-નિવૃત્તિના ઉલ્લંઘનનું મન થાય; સાધુ જીવનની દિનચર્યા પર્વચર્યા અને પ્રાસંગિક ચર્યા આરાધવામાં પાછી પાની કરાય, દા. ત. અહા રાત્રમાં પાંચ પહાર અખંડ સ્વાધ્યાય રાખવામાં અણી. શુદ્ધતા ન રખાય; એમ (૧૧) જિનાજ્ઞાએ જે જે વાતને નિષેધ કર્યો હોય તેની એક યા બીજી બાબતમાં પ્રવૃત્તિ કરવાનું મન થાય;