________________
૨૭૧
તેમજ જેમની પાસે એ વ્યક્ત કરીએ તેમને નમસ્કાર કરીને જ કરવી ઉચિત છે, માટે નમસ્કાર કરે છે, “આ સાધુ ધર્મને હું નમું છું, વંદુ છું આ ધર્મના પ્રકાશક શ્રી અરિહંતદેવને હું નમું છું. આ ધર્મને હૃદયમાં ઉતારી પાલન કરનાર સાધુ મહર્ષિએને હું નમું છું. આ ધર્મના ઉપદેશક આચાર્ય ભગવંતને હું નમું છું. આ ધર્મને મોક્ષના હતુ અને સત્ય ધર્મ તરીકે સ્વીકારનાર શ્રાવકાદિને નમું છું.” હવે પ્રણિધાન કરવામાં આવે છે, –
(૧૮) ધર્મપ્રણિધાન: નિમ–અપરસંતાપક– ભાવ શુદ્ધિવર્ધક
सूत्रः-इच्छामि अहमिणं धम्मं पडिवन्जित्तए सम्म मणबयणझायजोगेहि । उ ममेअं कल्लाणं परमकल्लाणाणं जिणाणमणुभावओ।
અર્થ: હું મનવચન-કાયાની પ્રવૃત્તિથી સારી રીતે આ ધર્મ સ્વીકારવા ઈચ્છું છું. પરમ કલ્યાણરૂપ જિનભગવાનના પ્રભાવે મને આ કલ્યાણ પ્રાપ્ત થાઓ.
વિવેચનઃ “હું ધર્મને પામવા ઈચ્છું છું. કેમકે હવે મને આ ધર્મનો જ પક્ષપાત છે, તે પણ સમ્યફ માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓથી વણાએલા આ ધર્મને પામવા ઈચ્છું છું, આથી હું સંપૂર્ણ સર્વાગ ધર્મ સ્વીકારનું ખાસ પ્રણિધાન (કર્તવ્ય નિશ્ચય) કરું છું. આ ધર્મ એ કલ્યાણ છે એ મને પ્રાપ્ત થાઓ. મારું તે કેાઈ સામર્થ્ય નથી પરંતુ પરમ કલ્યાણ સ્વ૩૫ શ્રી જિનેશ્વરદેવના પરમ પભાવે (પ્રભાવિક પ્રસાદથી) એ પ્રાપ્ત થાઓ, એવું હું અભિલપું છે?
આ રીતે ખૂબ એકાગ્રતા અને વિશુદ્ધ હૃદયથી વારંવાર ચિંતવે અને ભાવે. પ્રશ્ન-ધર્મ તે આત્મા પોતાની વિશુદ્ધ અધ્યવસાયથી પામે ને? ઉત્તર–એ વાત સાચી, પરંતુ એ શુદ્ધ ભાવ