________________
૩૦૦
[પંચસૂત્ર-૩ છે. ધીર ગંભીર પુરુષે આ પરિણામ જેનારા હોય છે. (એમ) એ માણસ ઔષધ લાવીને માબાપને જીવાડે. (જીતાડવાને) સંભવ હોવાથી માણસને ઉચિત આ ત્યાગ છે.
વિવેચન –અસ્થાન–શ્વાન–ઓષધાર્થે ત્યાગને ન્યાય શું છે? એ સ્પષ્ટ કરવા અહીં “અસ્થાને” અર્થાત્ કઈ વન જેવામાં, “ગ્લાન’=બિમાર પડેલા માટે ગામમાં જઈ ઔષધ લઈ આવવા એ બિમાર ‘ત્યાગ કરે' અર્થાત્ છોડીને જાય, એનું દુષ્ટાંત અઠ્ઠી સમજાવે છે. પછી એ ચારિત્ર લેવામાં કેવી રીતે ઘટે તે બતાવશે. દૃષ્ટાંત આ પ્રમાણે-કેઈ એક ગમે તે નામને પુરુષ માબાપ સાથે અટવીમાથી પસાર થઈ રહ્યો હતો. અટવમાં અસ્થાને જ, કે જ્યાં ઔષધાદિ કઈ ન મળે, ત્યાં તેના માતાપિતાને એકાએક એ ભયંકર રોગ થઈ આવ્યો કે તેને મટાડવામાં ન આવે તો તેમના પ્રાણનો નાશ થાય તે છે. વળી માતાપિતા એટલા અશક્ત છે, કે હવે તે ચાલી શકે તેમ નથી. છતાં તેઓ હજી થોડે વખત જીવી શકે તેમ છે. રોગ એકલા પ્રયત્ન મટે તેમ નથી, તેને ચગ્ય ઔષધની જરૂર છે. તે ઔષધ શહેરમાં મળતું હોવાથી, તે લેવા જવા માટે પુત્ર માતાપિતા પાસે રજા માગે છે. પરંતુ મેહને વશ થયેલા તે પોતાના પુત્રને રજા નથી આપતા. “અમે મરશું તો મરશું, પણ તું ના જઈશ, એમ તે કહે છે. હવે ડાહ્યો પુત્ર શું કરે ? ના જાય? જય માબાપની ઘણું ને છતાં પણ, પેલો વિવેકી માણુણ પિતે ઔષધ લેવા નિમિત્ત જે જાય છે, તો દેખીતી રિતે તે માતાપિતાને છોડનાર છે, પણ વસ્તુતઃ કહીએ તે એમને નહિ છોડનારો છે, એમને સાચવનારો છે; કેમકે એ
'