________________
૨૯૮
[પંચસૂત્ર-૩ નહિ,” વગેરે. આમાં પણ કડક અને શિક્ષા કરનારા હેવા છતાં, કેમ બચ્ચાને ફેરફાર બતાવાય છે? એના ભાવી હિત માટે. એમાં દુનિયા માયા–કપટનો દુર્ગણ નથી ગણત..
એવી રીતે આ ઘર સંસારમાં મેહના ક્ષણિક સંબંધમાં જ જીવન પૂરું કરી કર્મવશ અનંતવાર ભટકવાનું ક્યાં નથી કર્યું? પણ હવે તે મોહના સંબધે ફગાવી દઈ, સૌએ રત્નત્રયીની સાધના કરવાની છે, જેથી ભવભ્રમણનો અંત આવે એમાં માતાપિતા જાત માટે ન જ સમજતા હોય અને સંતાનને ય ન જવા દેતા હોય, તો સંતાને આ અનંત કલ્યાણના માગે જવાની રજા અંદરથી હૃદય નિર્ચાય રાખી બહારથી હોશિયારી કરીને પણ કાં ન લેવી? એ માટે માતાપિતાને દુર્વા કહે, જોષીને બોલાવે. જોષી પાસે પિતાના કોઈ અનિષ્ટની શંકા. કહેવરાવે. એ સાંભળી માબાપને એમ થાય કે “જે અનિષ્ટની સ ભાવના હોય, તો ભલે એને ચારિત્ર અંગીકાર કરવા દે.” એમ માની માબાપ આજ્ઞા આપે એટલે પિતે ચાગ્નિ લે.
પ્ર–અહીં સત્યને વાંધો નથી આવતો? આ વચનવ્યવહાર અસત્ય નથી કહેવા?
ઉ –ના, વચન કે વ્યવહારને તેના પરિણામની દષ્ટિએ જોવાનો છે. જે શુદ્ધ હૃદયે કરાતા કથનનું કે વ્યવહારનું પરિણામ સ્વપરને હિતકારી હોય, તે વચન-વ્યવહાર અસત્ય નથી, પણ સત્ય છે. દા. ત. કોઈને મારવા દોડતા ખૂનીને બીજ માર્ગનું કરેલું કયન ને એ બાજુ વાળી ખૂનના પાપથી બચાવે છે, અને ધારેલા જીવન પ્રાણ પણ મચાવે છે. આમ ઉભયનું હિત. કરે. એ વચન-વ્યવહાર રાત્ય જ કહેવાય.