________________
ત્રિજ્યા ગ્રહણ વિધિ ]
૨૭૭ જોવામાં આવે તો દેખાય કે (૧) એની સામે દિવ્ય ભેગો પણ આવે, તો તેથી તેને હર્ષને ઉન્માદ થતો નથી; તેમજ (૨) અનિષ્ટ અને પ્રતિકુળ પ્રસંગે કે વિષયો આવે, તો લાનિ પણ ઉપજતી નથી. (૩) એ ઉપરાંત કષાયને એણે એટલે બધા ઉપશમ કર્યો હોય છે, કે જેથી માતાપિતા વગેરે ચકિત અને આકર્ષિત બની જાય છે. કોઈ તેના ઉપર ગમે તેટલે ગુસ્સો કરી જાય, તેનું બગાડી જાય, તો પણ તે પોતાનું મન લેશમાત્ર વિકૃત ન થવા દેવા સાવધાન હોય છે. તેને હવે હું પદ નથી, કે માયા-ખટપટનો સ્પર્શ નથી. એને જીવનની જરૂરિયાતો ઘણી ઓછી, એટલે ઈચ્છાઓ બહુ ઓછી.
એમ તન્ત્રાનુસારિતા પણ એ ગુણ છે કે જેથી એ વસ્તુમાત્ર કે પ્રસંગમાત્રને ઉપલક ન જોતા તત્વની દષ્ટિએ જુએ છે, સર્વત્ર વસ્તુતત્તવ શું એ તપાસનારા હોય છે તેથી પામર જી કરે એવા અતાત્વિક વાત-વિચાર-વ્યવહાર એને પસંદ નહિ, એ આદરે નહિ. એના વાત–વિચાર-વ્યવહારનો ઝિક વસ્તુના કે પ્રસંગના પરમાર્થ તરફ રહે, તત્ત્વ તરફ હાય.
આ પ્રમાણે મહાસત્તથી કષાયને મૃતપ્રાય બનાવ્યા હોય છે, અને તત્ત્વોનુસારિતાથી સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે સાથે મહાસ ભળે, તેને પ્રભાવ અનેક ગુણ વધી જાય છે પારો ભેળવી રસાયન બનાવેલું હોય, તો તે કેટલે બધે પ્રભાવ ધરાવે છે? વાત એ છે કે એ પ્રભાવને સક્રિય બનાવવું જોઈએ, ક્રિયામા ઉતારે જોઈએ. જેમ કોઠારમાં ઘણું જ ભર્યું હોય, તે મળ્યા પછી જિંદગીભરનું દુખ જાય તેમ હોય, પણ ઉપર ઢાકણ ઢાંકેલું રાખી તેને ઉપયોગ ન થાય તો શું કામ લાગે ?