________________
૨૫૫ દષ્ટિ, અને સંયમ–વિવેકથી નાબૂદ કરી શકાય. સંજ્ઞાના નાશને આથી બીજે ઉચિત કાળ ક મળવાને હતો? કેમકે રાતદિવસ ખા ખા ની વાતે, વિષનો સંસર્ગ, પરિગ્રહની પ્રવૃત્તિ, વારેવારે નિદ્રા આરામી અને ભય, વાતવાતમાં ગર્ગ–ગુસ્સે વગેરે, એ બધું તે મનુષ્ય સિવાયની બીજી ગતિમાં સારી રીતે કરવાનું મળે છે, અને તેનાથી કુસંજ્ઞાઓ પુષ્ટ રહે છે. માત્ર આ માનવ ભવનો જ કાળ એવો ચગ્ય છે, કે એ સંજ્ઞા થી પ્રતિપક્ષી વૃત્તિ-પ્રવૃત્તિઓ અને પ્રતિપક્ષી ભાવનાઓના અમૃતકુપા પી શકાય આહાર–સંજ્ઞા સામે તપ, અને આહાર પર એવી જુગુપ્સા કે “અરૂપી અને અન ત સુખી એવા મારે આ શી લપ? આ શી પુગલની ગુલામી ?” વિષય સંજ્ઞાની સામે વિરક્તભાવ અને વ્રત, પરિગ્રહમંજ્ઞા સામે દાન અને નિસ્પૃહતા, નિદ્રા સામે આત્મજાગૃતિ, ભયની સામે નિર્ભયતા, ક્રોધ સામે ક્ષમા, માન ટાળી લઘુતા-નમ્રતા, માયા મૂકી ન્યાય-નીતિ નિખાલસતા, લેભ છેડી નિરાશંસ–નિમમત્વ ભાવ, હિંસાદિ પાપ છોડી અહિંસા સત્ય આદિ. આ બધાને કેળવવાને સારો વખત છે. કેમકે અહી તપ, શીલ, દાન વગેરે સુદર પ્રવૃત્તિઓ થઈ શકે છે. સંસારને વિપસ દૂર કરવા માટે સંજ્ઞાનો કાટ ઉતારી દેવા જોઈએ. એ માટે ઉદારતા, વિરાગ, ત્યાગ, શુભભાવે વગેરેથી આત્માએ સારી રીતે સ્વસ્થ બનવું જોઈએ, અને વચ્ચે જે કાંઈ આવે તેના પર વિજયી બનવું જોઈએ આ બધું આ કાળ સુશકય છે. “અહો ! કે સુંદર કાળ મને આ મચે છે! કેટલો દુર્લભ ને કિંમતી કાળ હું પામ્યા છું! છતા સંજ્ઞાઓનું જોર તો જુઓ ! જીવનભર “ખાઉ–ખાઉં, આ ખાઉં તે -આઉં એ ધૂન, “આ વિલાસ કરું, આ જોઈ લઉં, આ ભેગવી