________________
૨૫૪
વધારી કે ઘટાડી? વર્તમાન ઉત્તમ કાળ આ માટે છે ?
- આ તે તે કાળ છે, કે જેમાં પ્રભાતે (૧) આત્માના ત્યાજ્ય અને કર્તવ્યના વિચાર કરી શક્યના સંકલ્પ કરી શકાય, જ્યાં (૨) પરમાત્મા અને મહાપુરુષોના ભવ્ય કલ્યાણ પરાક્રમ અને ભવ્યાતિભવ્ય ઉપકારો નજર સામે તરવરતા રખાય, (૩) શાસનના ત–વિસ્તાર અને આરાધનાના અસંખ્ય પ્રકારના ભવ્ય પ્રકાશ જ્યાં મન પર ઝગમગતા કરાય, એ કરીને જપ (૪) આમા પરથી અનંત કાળના જામ વાસનાઓનાં જાળાં ઉખેડી શકાય, જ્યાં (૫) અનંત કર્મકાષ્ઠને ધર્મ સાધનાના જ્વલંત અગ્નિથી બાળીને સાફ કરી શકાય, જ્યાં (૬) અનાદિ અનંતકાળથી મહામલિન આત્માને વિશુદ્ધ ભાવનાઓથી મધ્યાહૂને ગ્રીષ્મ–સૂર્યવત્ સંપૂર્ણ તેજસ્વી બનાવી શકાય, એવા. આ કાળમાં વાસનાઓના જાળાં વધારવાનું, નવા કઉકરડાના કચરાને મેહના ટેપલાથી ભરીભરીને આત્મામાં ઠાલવવાનું અને મેલા અધમ વિચારો–લાગણીઓથી આત્માને વધુ અંધકારમય કરવાનું કરાય, એ કેટલું બધું કાળને અનુચિત !
આ તો તે કાળ છે, જ્યાં (૭) ચેતનને જડવત્ બનાવનારી જે આહારાદિ ચાર સંજ્ઞા, ક્રોધ–માનાદિ ચાર કષાયસંજ્ઞા, લેકવાહવાહની સંજ્ઞા અને ઘ(ગતાનુગતિકતા)સંજ્ઞા એમ ૧૦ મહાસંજ્ઞાઓ તથા હિંસાદિને નશે આજસુધી આત્માને ચડ્યો હતો, અને એ નશામાં જીવ કર્મથી સંસારના બેહુદા વિચિત્ર નાટકે ના હતો, હિંસા-જૂઠ વગેરે દુષ્કમાં દટાએલે રહેતું હતું, અને એથી જ કર્મ બાધતાં પાછું વાળીને જોયું ન હતું, કે વિચારણા કરવા સરખી ય ફુરસદ રાખી નહોતી, તે દુર ૧૦ સંજ્ઞાઓને દાન, શીલ, તપ, ભાવના,ક્ષમાદિ ચાર,જ્ઞાની પર