________________
२२१ મન પ્રવૃત્તિ છે. જાણે છે કે પોતાની કર્મ–મૂડી મુજબ જ થવાનું બનતું હોય છે, માટે ખાટાં આર્તધ્યાન એ કરે નહિ. ત્યાં એ સમજી જ રાખે કે–“કાળ, કર્મ કે ભવિતવ્યતાનાં ચલણમાં મારી દખલ-દરમ્યાનગીરી નકામી છે. મન ફેગટ શા સારું ડહેલું કે “આમ થવું જોઈએ, ને આમ ન જ થવું જોઈએ? આ ઠીક થયું ને આ ઠીક નહિ....” એમ સિનેમાદિ કૌતુક, યુદ્ધ, દુનિયાના રંગઢંગ, વગેરેના વિચાર ન કરે. તેમ, બીજાને પાપ સાધને અધિકારણે આપવાના, જ–શેખ કરવાના, કે પાપાપદેશ પાપસલાહ દેવાના વિચાર નહિ કરવા આમ જાતે પણ અસત્ય, અનીતિ, ચેરી, દુરાચાર, પરિગ્રહાસક્તિ, વગેરેના વિચાર નહિ સેવવાના, એનાથી થતા ધન વગેરેના લાભમાં ખુશીના કે બીજાની સંપત્તિ પર હવાન, યા ઈષ્યના વિચારો નહિ કરવાના. બધા સામે સમજી જ રાખવાનું કે “એ આ જીવને ટકાવવામાં બિનજરૂરી અને નિષ્ફળ પાપ-પ્રવૃત્તિ છે. કિંમતી
આય પરમેષ્ઠિના સ્મરણાદિ વિચારમાં ન જોડતાં આવા યથી પાપ વિચારમાં શા માટે લગાડું? (iv) એમ દાન, પરોપકાર, દેવગુરુભક્તિ વગેરે સુકૃતો કરે પણ મન બગાડીને, ચા કર્યા પછી એના સંતાપ કરી સુકૃત બાળી નાખે, એવા વિચારસરણી–અધ્યવસાય એ અનુચિત મનક્રિયા છે. એથી ઉત્તમ ક્રિયાઓ પ્રત્યે દિલમાં ઊંધા ભાવ જાગે છે, મેહ વધે છે.ધર્મ કરીને મેહને તોડવાનો કે પિષવાનો? ખાસ ખ્યાલમાં રહે કે ઉત્તમ પણ સામગ્રી કે કાર્યવાહી,ઉચિત મનપ્રવૃત્તિના અભાવને કથીરની એની ઊલ્ટી નુકસાનમાં ઊતરે છે! માટે આ સુંદર ભવમાં તો નિર્ધાર જોઈએ કે “ગમે તેમ થાઓ, પણ મનને અસુંદર નહિ બનાવું.’ આ નિર્ધાર પાછળ મનનું