________________
રકપ मायभूअ, एअं हिनं, असारमण्णं सन्चं, विसेसो अविहिगहणेणं । एवमाह, तिलोगधंधू परमकारुणिगे सम्मं संवुध्धे भगवं अरिहंते' त्ति।
અર્થ:- તથા તે તે આચારમાં સ્મૃતિ–ઉપગ જાગ્રત રાખે કે “હું અમુક છું, અમુક કુળને છું, અમુકનો શિષ્ય છું, અમુક ધર્મસ્થાનમાં રહેલું છું. મારે એમાં વિરાધના નથી થઈ મારે વિરાધનાનો પ્રારંભ (પણ) નથી. મારે એ (ધર્મ–
સ્થાન)ની વૃદ્ધિ થઈ રહી છે. અહીં એ જ સારભૂત છે. એ જ પિતાની ચીજ છે. એ જ હિતરૂપ છે. બાકી બીજું બધું અસાર છે, અવિધિએ લીધેલ (સંપત્તિ આદિ) વિશેષે અસાર છે,” એમ ત્રિલોકબંધુ, પરમકારુણિક, સમ્યક્ સંબધ પામેલા અરિહંત ભગવાન કહે છે.
વિવેચનઃ કુટુંબને સંતાપ નહિ પરંતુ ગુણ કરનારો, અનુકંપાવાળો અને અંતરથી પિતે નિર્મળ રહી, ગૃહસ્થને ગ્ય જે આચાર સેવે છે, એ આચારોમાં પણ લક્ષ વિના મૂઢપણે ચા ગતાનુગતિકપણે વર્તનારે ન હોય, કિ0 ઉપગવાળે બની વિચારતો રહે કે, “ છું? મારું કુલ કયુ? કે હું કોને શિષ્ય? જ મારા વ્રત ક્યાં ? દેવદત્તાદિ નામે ગૃહસ્થ આર્યમાનવ છું. અમુક ઉત્તમ કુળમા ઉત્પન્ન થયે છું. હું અમૂક આચાર્યનો શિષ્ય છું. એટલે મારા ગુરું અમુક છે. હું અમુક સમકિત, દેશવિરતિ વગેરે ધર્મ સ્થાનમાં રહેલે છું.
મેં જે સમકિત ને આણુવ્રતો લીધા છે એની વિરાધના તો મેં નથી કરી ને? અથવા હેવે વિરાધનાનો આરંભ તે નથી કરૌં ને ? એટલું જ નહિ પણ મારું ધર્મસ્થાન વૃદ્ધિગત થઈ રહ્યું છે ને ? ૧. પાતાનો એક સારો આર્ય માનવભવ પામેલા તરીકેનો ખ્યાલ, ૨. પિતાના ઉત્તમ કુળની ખાનદાનીને ખ્યાલ, ૩. પોતે ઉત્તમ