________________
૨૨૭ ઉચિત પ્રવર્તન જોઈએ. એ (૧) જીવમાત્ર પ્રત્યે સ્નેહ, (૨) દુખી અને દોષિત પ્રત્યે દયાભાવ, (૩) ગુણનુરાગ, (૪) અનિત્યાદિ ૧૨ ભાવના, (૫) મહાપુરુષોના સચ્ચરિત્ર, (૬)પાપને ભય,(૭) પરલોકને વિચાર, (૮) દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે આંતર પ્રીતિયુક્ત શ્રદ્ધા, (૯) તીર્થ સ્મરણ, (૧૦) ધર્મના મનોરથ, (૧૧) સ્વદુકૃતનિંદા વગેરેમાં જ મન જોડાયેલું રાખવામાં આવે તે બને. અધમ છે આમ જ ઉત્તમ બન્યા છે.
હવે બીજી વસ્તુ શુદ્ધ વાચિક ક્રિયાની. એ માટે (૧) અસત્ય ન બોલવું. પૂર્વે બીજા વ્રતમાં આ કહ્યા છતાં મહત્વનું હોઈ અહીં ત્યાજ્ય વાચિક અશુદ્ધિઓના સંગ્રહમાં આને ફરીથી કહ્યું. જૂઠ બોલવામાં કેટલાં નુકસાન? () જૂઠ બોલવામાં હૃદય માયાવી કરવું પડે છે, અગર (i) વસ્તુની અજ્ઞાનતા સાથે અહં. ભાવ માનાકાંક્ષાદિ પિષાય છે, યા (i) લાયથી કાયર–નિ સત્ત્વ બનાય છે; અથવા (iv) હૈયે ખાટાં રાગદ્વેષ, હાસ્ય વગેરે ઝેરથી વ્યાકુળતા રહે છે. માટે જૂઠ બોલાય છે. પણ એ જૂઠથી દિલમાં શા માટે એ માયાદિ ચિકણ કલુષિતતાઓ દઢ કરવી ? જૂઠ બોલવાથી ફરી જીભ જ ન મળે. ચા મળે તે ત્રાસના કલ્પાંત ભરી ચીસે પાડનારી મળે. વસુભૂતિ જઠ બેલી નરકમાં જઈ પડયો. ધ્યાનમાં રહે, બીજાની ઉપર આભ-આરેપ ચડાવવામાં પણ ફૂરનિષ્ફર જૂઠ પોષાય છે. અને એ વળી દિલમાં મહા અધમતા-નીચતાને પોષે છે. જઠ બોલી બીજાને હલકા પાડવાની મનોવૃત્તિ જાગે એ મુદ્ર હદયને લીધે બને છે; ને એમાં તો ભવાભિનંદીપણું આવવાથી મોક્ષકચિ જ ખત્મ થઈ જાય ! ભયંકર ઠેમ બંધાય! સમરાદિત્યચરિત્રમાં એક પ્રસંગ આવે છે કે,
એક બહેને પિતાના બે ભાઈને એમની પત્ની