________________
૨૦૫
લોકવિરુદ્ધ એટલે લોકના દિલમાં ધર્મ પ્રત્યે દુર્ભા કરાવે એવા વાણી વર્તાવ. દા. ત. દાન તિરસ્કારથી દે, ભિખારીને રોટલી આપી પણ ગુસ્સાથી, “લે મો બાળ, સાઢ જેવો થઈને ભીખ માગતાં શરમાતો નથી ?”—એમ કહીને ભિક્ષા આપી. એથી પેલાનું દિલ ઘવાય, મનને થાય કે આ લોકોનો ધર્મ આવો
ધર્મના અંચળા હેઠવી ઠગાઈ કરવી એ લોકવિરૂદ્ધ કાર્ય છે. કેમકે જ્યારે એ ઠગાઈને ઘટસ્ફોટ થાય છે, ત્યારે અનેક લોકો ધર્મ તરફ અભાવવાળા બને છે. એક શ્રાવક બહારગામ ગયે. ત્યા એક શેઠે એને પિતાના ઘરે આવકાર્યો. પેલાએ જોયું કે “આ ભાઈ ધર્મપ્રવૃત્તિ સારી કરે છે, અને એથી લોકો એમની દુકાનેથી ખરીદી સારી કરે છે પરંતુ એક ભાઈ સાધર્મિક વાત્સલ્ય માટે આમને ત્યા ઘી લેવા આવ્યા, એ માં આણે ત્રાજવાના ધડામાં ૫ટથી છાનીમાની પાશેરી સરકાવી દીધી, એ આ મેમાને જોયું. મેમાનને લાગ્યું કે આવી રીતે તે એ કેટલાય સાધર્મિકને ઠગતો હશે, માટે એને ગૂઢ શિખામણ આપવી. એ માટે એણે સાજે સમૂહ–પ્રતિક્રમણમાં જઈ થેયનો આદેશ મા. આદેશ મળે અલબત્ એ સમજતો હતો કે પ્રતિક્રમણ જેવી મહાપવિત્ર કિયામા આવી થેય ન બોલાય, છતાં આ બાલવાથી એ ભાઈને શિખામણ લાગે અને લોકોને ધર્મના ઓઠા હેઠળ ઠગવાનું બંધ કરે તો સારું, એ હેતુથી આ પ્રમાણે થાય બોલે છે –
શ્રાવકને ઘેર શ્રાવક આવ્યા,
, કપટ જાળ દેખાણજી પાંચશેરી સરકાવી ધડામાં,
ધર્મ ઓઠે ન પેખાણીજી..