________________
૨૨૦ હાય, અપ્રશસ્ત કૃષ્ણાદિ વેશ્યાને ઓપ ચઢેલે ન હોય, આર્તરૌદ્ર ધ્યાનાદિના ઉકરડા ન હોય, કે ધાદિ કષાયના રંગ ન છંટાયા ન હોય, ઈત્યાદિ તેવી જ વચન અને કાયાની ક્રિયાવાળા પણ બનવું જ જોઈએ. એટલે કે વાણું અસત્ય, આક્ષેપ, કર્કશતા, અપ્રિયકારિતા, અપરિમિતતા વગેરેથી કલુષિત ન હોય, તેમજ કાયિક આગે પાંગ કે ઈન્દ્રિયની ચેષ્ટા (પ્રવૃત્તિ) એ બિભત્સતા, ક્રૂરતા, ઉદુભટતા, ઉશૃંખલતાદિથી રહિત હોય, અર્થાત્ વિચાર, વાણી તથા વર્તન એ સત્ય, સજજનતા અને શાસ્ત્રીયતાના પાયા પર રચાયેલા હોય; ઉદારતા, ગભીરતા અને પ્રેમથી સુવાસિત હોય; વ્યાપક ઔચિત્ય, જી પર સ્નેહ ભાવદયા, તથા સહિષ્ણુતા અને દીર્ઘ દૃષ્ટિથી ઓતપ્રોત હોય.
એક વૈદ્યનું દષ્ટાંત :
આચાર પ્રદીપ’ નામના જ્ઞાનચારાદિ પંચાચારને વર્ણવતા શાસ્ત્રમાં આવે છે. એક વિદ્ય પિતાના ધંધામાં ઘણે ડૂબેલે અને મૂઢ બનેલે હતે. મુનિના ઉપદેશથી એને ભાન થયુ કે “આમાં દવાઓ બનાવવા વનસ્પતિકાયાદિ જીને કે કચ્ચરઘાણ કર પડે છે. ગ્રાહક તરીકે બિમાર માણસે ચાર દહાડા વધુ આવે માટે એની બિમારી લંબાય,... વગેરે માટે કેવી માયાવાણી અને કર કાળી લેશ્યા આવી જાય છે! પૈસાને મલિન લોભ કે પ્રવતે”.ઈત્યાદિ. એવા પાપોથી ગભરાઈ એણે એ બધા અનુચિત વર્તા–વાણું–વિચાર લગભગ બંધ કરી દીધા, અને શ્રાવકના વ્રત પાળવા માંડ્યા. પણ વખત જતાં પાછા લોભ જાગે અને એ શ્રાવકને અનુચિત પાપની મલિન વિચારણાદિ પ્રવૃત્તિમાં પડ્યો. પરિણામે આર્તધ્યાનની બહુલતાએ