________________
૨૦૬ આટલું બોલતાં તો પેલા શેઠ તરત સમજી ગયે, ગભરાયે, “કેણ જાણે હવે આગળ શું ય બેલશે!” એટલે તરત વચમાં જ કાઉસ્સગ્ન પારી આ પરદેશીને ભેટી પડે છે. બાહ્યથી હરખ દેખાડે છે અને એના કાનમાં કહે છે “ભાઈ સાબ ! માફ કરે, આ બોલશે નહિ, બીજી થાય છે. લોકો સમજી ગયા અને કેટલાયને એના પર અને એના ધર્મસુકૃતો પર અરુચિ થઈ.
પ્રતિજ્ઞાભંગ, વતભંગ પણ લોકોને ધર્મ પર અરુચિ કરાવે છે. મેટા ઊછરંગથી જાહેર સમારોહપૂર્વક ચારિત્ર લીધું હાય, અને કેટલેક વખત પાળીને અનેકને આકર્ષી હોય, પણ પછી જે એ ચારિત્ર છોડી દે અને એ જ લેક વચ્ચે ફરે, તો તેથી અનેકને ધર્મ પ્રત્યે અરુચિ થાય.
આપણી સારી પણ પ્રવૃત્તિ પાછળની એવી બેદરકારી કે જે લોકોને ચિત્તલેશ કરે એ ય કવિરૂદ્ધ કહેવાય. દા. ત., સાધર્મિક વાત્સલ્ય તો જમાડયું, પણ લેકેના આંગણે આગળ કે રસ્તામાં પડેલા એંઠવાડ સાફ ન કરાવ્યા, તે લોકને જમાડનાર પ્રત્યે અને કદાચ આગળ વધીને સાધર્મિક-વાત્સલ્યનાં જમણે ઉપર પણ અરુચિ થાય કે “આ લેકને આ ધર્મ ?” માટે સાવધાની રાખી લેકવિરુદ્ધ કાર્યનો ત્યાગ કર. કારણ આ છે –
લોક વિરુદ્ધની ભયંકરતા सूत्र-न खलु इत्तो परो अणत्यो। अंधत्तमेअं संसारोडवीए, जणगमणिट्ठावायाण, अदालणं सरूवेणं, असुहाणुबंधमच्चत्या
અર્થ :-(આ પ્રમાણે ચિંતવે– “ખરેખર આ લેકવિરૂદ્ધથી - વધીને કોઈ અર્થ નથી. એ સંસાર–અટવીમાં અંધાપો છે, અનિષ્ટ નુકશાનોને પેદા કરે છે, સવરૂપે અતિ ભયંકર છે.