________________
૨૦૯ નરકાદિદુઃખમાં પતન થાય. જીવને આ મહાન અનિષ્ટ અપાય છે, ભયંકર નુકશાન છે. એને ઊભ કરનારૂં લેકવિરૂદ્ધ સેવન છે, સેવન પાછળ કામ કરતો ચિત્તસંલેશ છે.
લોકવિરુદ્ધ સેવનની ભયંકરતા – માટે જ આ લોકવિદ્ધ–સેવન અને ચિત્ત-સંકુલેશ સ્વરૂપે અતિ ભયંકર છે. એ અત્યંત અશુભ અનુબંધરૂપ છે, બીજશક્તિરૂપ છે એમાંથી આગળ ભવમાં એવા કઠોર ચિત્ત પરિણામની પરંપરા ચાલે છે, જે અનેકાનેક પાપ કરાવે છે, અને બીજાના ધર્મનાશની બેપરવાઈ રખાવે છે. વળી પિતાને ધર્મવિમુખતા અને દુઃખની પરંપરા ચાલે એ તો જ. ત્યારે બીજાને ધર્મ પર અભાવ-અરુચિ થાય, દ્વિષ થાય, એ પણ સ્વરૂપે અતિ ભયંકર છે. કેમકે એમાં જીવ પાછો અનાદિની તત્વષ––અતત્ત્વરુચિની રીતરસમમાં પડી જાય છે વળી એ ધર્મષના ચિત્ત-પરિણામ દઢ અને સતેજ હોવાથી અનુબંધરૂપ ચાને બીજશક્તિરૂપ બની આગળ માં ય ચાલુ રહને ધર્મબીજભૂત ધર્મરુચિને જ અટકાવી દે છે. એનું પણ પરિણામ પાપાચરણ અને દુઃખપીડિતતા માં આવીને ઊભું રહે છે. તેમ પતે આ બધી દુઃખદ વસ્તુની ઉપેક્ષા કરે એ પણ અત્યંત અશુભ મનુબંધવાળો સંલેશ બને છે. આમ, લોકવિરુદ્ધસેવન જાલિમ અનર્થ કરે છે. એટલું જ નહિ, એની ઈચ્છા પણ ચિત્તા સંલેશને લઈને થાય છે, માટે એ ભયંકર છે. એટલા માટે કહ્યું કે “સર્વે અર્મસાધકોને આધારભૂત લેક છે. તથી લેકવિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ કાર્ય દૂરથી તજી દેવા જોઈએ.”