________________
૧૮૬ પ્રારંભમાં આ ધર્મગુણે કહેવાનું કારણ એ કે આત્મામાં ભાવથી એ જ રીતે પ્રાપ્તિ થાય છે. શામાં કહ્યું છે કે કર્મોની સ્થિતિ કેડીકેડી સાગરોપમની અંદર બને ત્યારે જ સમ્યકત્વ પ્રાપ્ત થાય. એ સ્થિતિમાંથી વળી બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે ૨ શ્રાવકપણું (અણુવ્રતરૂપ દેશવિરતિ) મળે. એમાંથી વળી સંખ્યાતા સાગરેપમ–પ્રમાણ સ્થિતિને હૂાસ થાય ત્યારે મહાવ્રત (સર્વવિરતિ) રૂ૫ ચારિત્ર પ્રાપ્ત થાય. એમાંથી પણ બીજા સંખ્યાતા સાગરોપમ કપાય ત્યારે ઉપમશ્રેણી આવે. અને તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરેપમ ઘટે તો પશ્રપકશ્રેણી મંડાય, આ બધે સ્થિતિÇાસ થવા માટે આત્મામાં કષાયની વિશેષ વિશેષ મંદતા થવા સાથે, અધ્યવસાય (ભાવ)ની ઉત્તરોત્તર વિશુદ્ધિ થવી જોઈએ. સમકિતી જીવને ચઢવા માટે પહેલી શરૂઆત શ્રાવકપણાથી થાય છે, તેથી અહીં પહેલા ધર્મગુણ તરીકે શ્રાવકનાં અણુવ્રત બતાવ્યા. જે દેવ કે મનુષ્ય ભવમાં સમ્યકત્વ ગુમાવાય નહીં, તે એક જ (મનુષ્ય) ભવમાં બેમાંથી ગમે તે એક શ્રેણી સિવાય ઉપર કહેલું બધું પ્રાપ્ત થઈ શકે છે. .
સૂત્ર– વાસણ પદ્ધિ સના, થાઇSorreો સિંગા, सयाऽऽणाभावगे सिआ, सयाऽऽणापरतंते सिआ।
અર્થ –ધર્મગુણે પ્રાપ્ત કરીને (૧) એના પાલનમાં યત્ન રાખવો જોઈએ. (૨) સદા આજ્ઞાના ગ્રાહક બનવું જોઈએ. (૩) સદા આજ્ઞાને (દિલમાં) ભાવિત કરનારા થવું જોઈએ. (૪) સદા આજ્ઞાને પરતંત્ર બનવું જોઈએ.