________________
૧૯૧ બંધ–સંક્રમણ–ઉદ્વર્તના–અપવર્તના–નિકાચના વગેરે આત્મામાં પ્રવતી રહેલ છે? (૩)એના ભાવી કેવા કેવા ભયંકર ઉદય આવનાર છે, અને એ કેવું કેવું કાર્ય કરવાના છે? (૪) આજ્ઞા-પાલન કઈ વિધિએ કેવા કેવા ક્ષયોપશમ-કર્મનિર્જરા-પુણ્યબંધ કરાવે છે?.... ઇત્યાદિ.
સર્વજ્ઞની આજ્ઞાથી એનું સચોટ જ્ઞાન થઈ ગયા પછી આત્મામાંથી મેહના ઝેરને હટાવવાનો વિદ્યાસ અને ઉદ્યમ પ્રગટે છે. આજ્ઞાને અજ્ઞાની શું કરી શકવાનો? એને તો મેહની ભયાનક્તા જ નથી સમજાતી. એ તો મહિને જ હિતકારી દેખે છે. એનું પરિણામ? અનંત સંસારના ત્રાસમય ઘોર અંધારામાં ડૂબી મરવાનું ! આજ્ઞાને મહામંત્ર મેહના ઝેર અટકાવી નાબૂદ કરી પ્રકાશમય જીવન, પ્રકાશમય ઉત્થાન, અને પ્રકાશમય પ્રયાણ ઊભું કરે છે ! આજ્ઞાના મંત્ર વિના એ મેહનું ઝેર આત્મામાથી કોણ કાઢે?
ઇન્દ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણ મિથ્યાત્વમેહમાં અટવાતા હતા, પણ એમને જિનેન્દ્ર ભગવાન શ્રી મહાવીરદેવનું મહામંત્રસમું વચન મળ્યું, એને એમણે ઝીલ્યુ, અને એ જિનવચનરૂપી પરમમંત્રથી એમનું મિથ્યાત્વ તથા અવિરિત–મેહનું ઝેર નાબૂદ થઈ જતાં, એ ત્યાંજ ચારિત્ર લઈ પ્રભુના શિષ્ય અને ગણધર બની ગયો. અનંતા ગણધરે એમજ જિનવચનમંત્રે નિર્મોહી બનેલા.
(૨) આજ્ઞા એ જળ –આટલું જ નહિ, આજ્ઞા તો ઠેષ– અરતિ–શક વગેરે અગ્નિને બુઝવનાર પાણી પણ છે. કેમકે, જે હૈયે આજ્ઞા વસી, એ હૃદયમાં હવે ઉપશમ અર્થાત્ કષાયના અભાવનો અને ઉદાસીનતાને મેઘ વરસે છે. ઉદાસીનતા એટલે જડ પરથી ઊઠી ગયેલું ચિત્ત, જડનું શુદ્ધદર્શન. પછી ત્યાં દ્વેષાદિ કેમ ટકી શકે? એવા મેઘ ન વરસતા દેખાય તો આજ્ઞા હદયમાં વસી છે કે કેમ, એની શંકા કહેવાય.