________________
૧૩૯ દ્વેષથી, કે મેહથી (અજ્ઞાનથી), તે આ ભવમાં કે પૂર્વ ભવને વિષે, જે કાંઈ આચર્યું હોય તે બધું મારે ગહિત છે, નિન્દ છે, જુગુપ્સનીય (દુર્ગછનીય) છે; કેમકે તે સમ્યગ્ધર્મથી બહિર્ભત છે. માટે જ તે તજવા ગ્ય છે એવું મેં કલ્યાણમિત્ર (આત્મહિતૈષી) એવા ગુરુભગવંતના વચન થકી જાણ્યું. (અહંતુ ભગવંતના વચનની ગુણ થકી પ્રાપ્તિ થઈ હોય ત્યારે પ્રાયઃ આ કેમ બને તેથી આમ કહ્યું. અહિં ઉપદેશક ગુરુદેવ એકાતે પરના હિતચિંતક છે, પરને કલ્યાણ-સાધનામાં સહાયક–મિત્ર છે, એટલે એમનું વચન તથ્ય અને પથ્ય જ હોય. માટે એમના હિતવચનાનુસારે, ખાટી આચરણ એ દુષ્કૃત છે, ત્યાજ્ય છે એ પ્રમાણે મને બરાબર મનમાં ઠસી ગયુ છે.) સદ્ગુરુને કહેવા મુજબ જ વસ્તુસ્થિતિ છે એવું શ્રદ્ધાથી મને રુચ્યું છે. એટલે અરિહંત અને સિદ્ધ ભગવાનની સમક્ષમાં તે અગ્ય અધમ આચરણેને હું ગહું છું. નિંદુ છું. એના પર મને જુગુપ્સા થાય છે. એ દુષ્કૃત્ય છે, ને મારે ત્યાજ્ય છે. આ પ્રસંગે તે સઘળું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ.
અહીં દુષ્કૃત્યે સમજવા જેવા છે. શ્રી અરિહંત પરમાત્માની કે તેમની મૂર્તિની તથા મંદિરની આશાતના, વિધ, અવિનય, અવર્ણવાદ, કે અનાદર; એમની આજ્ઞાની અવહીલના એમનાં તત્ત્વ સિદ્ધાન્ત કે માર્ગને વિરોધ કે વિરાધના, અશ્રદ્ધા કે અશુદ્ધ પ્રરૂપણ, વગેરે એમના પ્રત્યેનું વિપરીત આચરણ ગણાય. લમણા સાધ્વીને એ વિરાધનાની પાછળ આઠસો કેવાકેડી સાગરેપમના કાળ સંસારમાં ભટકવાનું થયું. શ્રી સિદ્ધ ભગવાન પ્રત્યેનું વિપરીત આચરણ શું? અભવ્યના જેવી માન્યતા,–“સિદ્ધ કોઈ