________________
૧૪૧ આવી તે કર ગુસ્સામાં એને બિચારીને તલવારથી ખત્મ કરી ! ઘરમાં બ્રાહ્મણ કાગારોળ કરવા જતી હતી તે ત્યાં જ એને મારી, તેથી સાથે એને ગર્ભ પણ ખત્મ થયે! પાછો એણે બહાર નીકળતાં સામે બ્રાહ્મણ ધર્યો તો એને ઉડા! પણ હવે ક્રોધ મળે પડતાં ભારે પસ્તા સળગ્યો ! આપઘાત કરવા જંગલમાં ભાગે છે. ત્યાં મુનિએ એને ઊભે રાખ્યો, કહે છે “તું તે મરીશ, પણ તારાં ઘોર પાપ શે મરશે ? પાપ ખત્મ કરવાનો આ ઉચ્ચ ભવ જ ગુમાવ્યા તે પછી પાપનાશની બાજી હાથમાંથી ગઈ ! પછી તે પાપના દાણુ વિપાક જ નરકાદિ દીતિઓમાં અસંખ્ય કાળ દવાના ! દઢપ્રહારી ચુક્યો દુષ્કૃતની અતિ તીવ્ર ગહ સાથે મુનિ પાસેથી અરિહંત પ્રભુએ કહેલ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપનો માર્ગ જાણતાં ચાર શરણ સ્વીકાર કરી એણે પાપનો પ્રતિઘાત કર્યો! શુભદયે ગુણબીજાધાન થતાં એ ચારિત્ર લઈ, “પાપ યાદ આવે તો ઉપવાસ.—એ નિયમ સાથે નગરના દરવાજે ધ્યાનમાં રહે છે. લેકે પાપ યાદકરાવી પ્રહાર–તિરસ્કાર કરતા હતા, પણ ઉપશમધારી મહાત્મા દઢપ્રહારી સ્વદુષ્કૃત-ગહઅને પાપ-પ્રતિઘાતના મજબૂત પાયા ઉપર કલ્યાણ સાધી ગયા.
અહીં સુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં “મિચ્છામિ દુક્કડ' પદના અક્ષરને જુદો અર્થ બતાવ્યું છે. તેમાં “મિ” મૃદુમાર્દવપણાના અર્થમાં છે. એ સૂચવે છે કે દુષ્કૃત ગહમાં પશ્ચાત્તાપરૂપે “મિચ્છામિ દુક્કડં” કહેતાં આત્માએ પહેલાં તે હૃદય એકદમ કુણું અને અહંભાવ વિનાનું અતિ નમ્ર બનાવવું જોઈએ. વાત સાચી છે