________________
૧૬૬ છું. અજ્ઞાન અને મેહના અનેક પ્રકારના પાપાએ મને ખૂબ જ ઘેરી લીધે છે. મારે સંસાર અનાદિ કાળથી ચાલ્યો આવતે હેવાથી, અનાદિ કાળથી અભ્યસ્ત (બહુ સેવેલા) એવા મોહને લીધે મારા આત્માના પ્રદેશ પ્રદેશ, જેમ લસણની ગંધથી વસ્ત્રના તંતુએ તંતુ વાસિત થાય તેમ, રાગ દ્વેષ અને મૂઢતાથી વાસિત છે. તેના ઘેરા નશાથી ઉન્મત્ત બનેલે પ્રભો! તત્ત્વને અનભિજ્ઞ (અજાણું) છું, મારા આત્માના જ વાસ્તવિક હિત અને અહિતના ભાન વિનાને છું. તેથી એવું મારું શું ગજું કે સુકૃતની વાસ્તવિક અનુમોદના હું કરી શકું ? પરંતુ હું અભિલપું છું કે અરિહંત દેવાદિના સાચા શરણ સ્વીકાર દ્વારા એમના પ્રભાવે હું હિતાહિતને જાણકાર બનું અહિતકારી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ ગની પ્રવૃત્તિથી પાછા હટ, તથા હિતકારી સમ્યગદશનચારિત્ર–માગે પ્રવર્તમાન થાઉં; પ્રવૃત્તિથી હું મોક્ષમાર્ગને, મોક્ષમાર્ગના દાતા દેવાધિદેવ, સદગુરુઓનો, જિનાજ્ઞાને, સુકૃતને ઈત્યાદિને આરાધક થાઉં, તથા જગતના સર્વ જીવ પ્રત્યે ઔચિત્યભરી પ્રવૃત્તિવાળે થાઉં. હું આ રીતે સુકૃતને ઈચ્છે છુ . સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું.”
આ ત્રણ વારનું કથન કેમ ? તો કે એ (૧) મન વચન કાયના ત્રિકરણ ચેગે સુકૃત કરવાની ઈચ્છા સૂચવે છે; (૨) ભૂત, વર્તમાન અને ભવિષ્ય—એ ત્રણ કાળના સુકૃતની ઈચ્છાને સૂચવે છે; અને (૩) સુકૃતને એટલે કે અનુમોદનાને પણ કરવા કરાવવા અને અનમેદવા–એ ત્રણ રૂપે ઈછા હોવાનું સૂચવે છે.
આ સુકૃતનું આસેવન ઉત્તમ ક્રિયા છે બીજા જીના સુકૃતની અનુમોદના પણ કેવી મહાફળદાયી છે, તે વિશેષે કરીને રકાર ગૃહસ્થ, સાધુ બલદેવમુનિ અને તિર્યંચ મૃગના કથા