________________
૧૬૫ સૂત્રમૂરે gવે, સાફોહવાતિ, ઉમિને માવો, हिआहिआण अभिन्ने सिआ, अहिअनिवित्त सिआ, हिअपवित्तेसिआ, आराहगे सिआ, उचिअपडिवत्तीए सब्वसत्ताण सहिति । इच्छामि सुक्कड, इच्छामि नुक्कड, इच्छामि सुक्कडं । છે, તથા પરમ કલ્યાણ-સ્વરૂપ છે વળી જીવોને તે તે ઉપાયોથી પરમ કલ્યાણ આપવામાં એ આચાર્યાદિ કારણભૂત છે. એ પંચ પરમેષ્ઠીની સાધના અને ઉપાસના કયુ કલ્યાણ નથી અપાવતી ? એમને તારક ઉપદેશ કલ્યાણના અનેક માર્ગો પ્રકાશિત કરે છે. એમનાં દર્શન કલ્યાણના ઉપાયોને જાગ્રતું કરે છે. એમનું જ સ્મરણ, એમનું જ વંદન, એમની જ ભક્તિ, એમના જ ગુણોનું ઉત્કીર્તન, એમનું જ આલંબન, એમનું જ શરણ ઈત્યાદિ, એ જીવોને માટે અચિંત્ય મહાકલ્યાણનાં સચોટ સચોટ સાધનો બને છે. માટે એ અચિંત્ય પ્રભાવવંતા છે. તેથી જ “એ અભય-ચક્ષુ-માર્ગ-શરણ– બેધિ-ધર્મદાતા એ જ જિન-તીર્ણ–બુદ્ધ-મુકત બનાવનારા, વગેરે એવી સ્તુતિ ગણધર મહારાજ જેવા શ્રેષ્ઠ વિદ્વાનો પણ કરે છે. સુલસાએ શું કર્યું હતું? આ જ કે, એણે પ્રભુ શ્રી મહાવીર પરમાત્માનું શરણ જોરદાર પકડેલું,–“મારે તો એ જ આધાર, એ જ જોવા-વિચારવા–ઠરવા લાયક, બ્રહ્માદિ દેવે ય નહિ અને શબ્દાદિ વિષયે ય નહિ” એમાં એણે તીર્થકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્યું !
અર્થ અને વિવેચન –હું આવા વિશિષ્ટ ગુણો અને વિશિષ્ટ ઉપકારોવાળા એ અરિહંતાદિ ભગવતેને એ રૂપે હજી હૃદયથી નથી સ્વીકારત, સુકૃતની હૃદયવેધી અભિલાષા નથી કરે, એ હું મૂઢ છું, અબુઝ-અજ્ઞાન છું. કેમકે હું પાપી જીવ