________________
૧૬૭
સૂત્ર.વિક સમં પદમાસ ગુમારસ પુષ્પમાળા सिढिलीभवति परिहायति खिजति असुहकम्माणुवधा।
અર્થ આ પ્રમાણે આને સમ્યક્ રીતે ભણનારના, સાંભળી નારના અને એની અનુપ્રેક્ષા કરનારના અશુભ કર્મના અનુબંધ શિથિલ બને છે, હાસ પામતા જાય છે, અને ક્ષીણ થઈ જાય છે. નકમાંથી વિચારવા યોગ્ય છે. રથકાર એ સંયમીની ભક્તિ કરવા દાન દ્વારા સંયમ પળાવી રહ્યો છે, મુનિ એ સંયમ પાળનાર સાધુ છે, અને હરણિયે એ સંયમ તથા દાન સુકૃતની માત્ર અનુમોદના કરે છે એમાં હરણિયે મુનિના સંયમસુકૃતની અને રથકારના દાનસુકૃતની એવી અદ્ભુત અનુમોદના કરે છે કે ત્યાંથી એ પણ પેલા બેની સાથે પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અહીં મૃગની સુકૃતાનુમોદના શાથી એવી ઉત્તમ કે એણે સંયમના અને દાનના ફળ જેવું ફળ અપાવ્યું? એટલા જ માટે કે એ અનમેદના સુકૃતના કરવા યા કરાવવાની ચોરીવાળી નહોતી.
વિવેચન –આ સૂત્રને સમ્યગ્ર રીતિએ ભણે તો કેવું અપૂર્વ કળ છે. તે બતાવે છે “સમ્યગુ રીતિએ” એટલે કે હૃદયમાં સંવેગને પ્રકાશ પાથરીને. સંવેગ એટલે પૂર્વે કહેલા (૧) ચાર શરણમાં શ્રી અરિહંતદેવાદિના તે તે વિશેષણની તેવી તેવી હદયસ્પર્શી શ્રદ્ધા અને આદર, (૨) દુષ્કૃત ગહમા સંગ એટલે હૃદયમાથી દુષ્કૃતના શલ્ય કાઢી, પિતાના દુષ્કૃતકારી આત્માની પ્રત્યે સાચો દુગંછાભાવ, “કે અહે! હું આ અધમકારી? મેં કેવું છે, કર્યું !” તેમજ (૩) સુકૃત-આસેવનમાં સંવેગ એટલે ક્રિયા પર્યત આત્માને લઈ જાય તેવી ગુણપ્રમેદવાલી પ્રાર્થના. (૪) સાથે, તે પાળવામા દેવાધિદેવ અને સદગુરુના પરમ સામર્થ્યના પ્રભાવ પર અટલ શ્રદ્ધા એ સંવેગ. વળી (૫) સંવેગ એટલે શરણ વગેરે