________________
૧૬૦
છે અને સર્વ–પ્રવૃત્તિમાં જ શું, જીવન આખાને માટે જિનાજ્ઞા તે ડગલે ને પગલે આગળ કરવી જ જોઈએ. “મારે જિનાજ્ઞા પહેલી, આ બંધન હોવું જ જોઈએ. “જિનાજ્ઞાથી જ તરાય એ ઝળહળતે હૃદયપોકાર જરૂરી છે. નહિતર સ્વચ્છેદ પ્રવૃત્તિ થવાથી અજ્ઞાન ચેષ્ટા થાય; એથી ભવ પાર ન થવાય. (૨) વળી, એ ભાર દિલ પર રાખવા છતાં, સાથે દિલમાં વિષયલગની, ઈર્ષ્યા, મદ, કઠેરતા, માયા, સ્વાધતા, વગેરે કલુષિત ભાવ ન રખાય. નહિતર એ જિનાજ્ઞાનું બળ ઓછું કરી નાખે છે. એમ માનાકાંક્ષા કે અદાવત, તથા સમૃદ્ધિ કે સત્તા ઈત્યાદિની આકાંક્ષા પણ રખાય નહિ. દેવ, ગુરુ અને ક્રિયા પ્રત્યે હદયભીની ભક્તિ અને બહુમાન જોઈએ આ માટે ચિત્ત–પરિણામ વિશુદ્ધ, નિર્મળ, પ્રશાંત હોવા જ જોઈએ (૩) ત્યારે આ બંને છતાં પ્રમાદ તે ચાલે જ કેમ? ધર્મપ્રવૃત્તિને પાકે પુરુષાર્થ જોઈએ, નહિતર પાપને પુરુષાર્થ ચાલુ રહેવાનો. ત્યા દિલના ભાવ શુષ્ક બની જવાના. ત્યારે અનાદિની આહારાદિની સંજ્ઞાઓ અને કષાયસંજ્ઞાઓના આહારદિની પ્રવૃત્તિથી જામેલા કુસંસ્કાર એથી વિરુદ્ધ તપ, દાન, વગેરે ધર્મપ્રવૃત્તિના પુરુષાર્થથી જ ઘસાતા આવે. ખા-ખા આદિની પ્રવૃત્તિથી તો એ પિોષાતા જ રહે. એમ, (૪) એ ત્રણે હોવા છતા ધર્મપ્રવૃત્તિ જે ખોડખાંપણવાળી હશે, તો આત્માનું સત્તવ હણાશે. જે સર્વ અખંડ, તો શું કામ દોષ લગાડે ? ત્યારે પ્રવૃત્તિ દોષ–અતિચાર વિનાની અને તે જ એથી ઉપરની કક્ષાની પ્રવૃત્તિ આવે, ઉપરનાં ગુણસ્થાનકે ચડે, ને ઠેઠ પરાકાષ્ઠાએ વીતરાગતા સુધી પહોંચી શકે. સત્ત્વ વિના એ. કશું ન બની શકે.