________________
૧૨૮
૦ આચાર્ય મહારાજ નગર બહાર પધારેલા છે. કુમારપાળના મંત્રી હવેલીમાં પધરાવી કહે છે “સાહેબ ! આ હમણાં હવેલી બંધાવી. આચાર્ય મહારાજ મૌન રહે છે, એટલે મંત્રી પૂછે છે કેમ કંઈ બોલ્યા નહિ?” ત્યારે સાથેના મુનિ મંત્રીને જગાડવા કહે છે “મહેતા !તમારેપાપના–સાવાના કાર્યમાં સાધુની સંમતિ જોઈએ છે? ન મળે, સંમતિ તો ધર્મકાર્યમાં મળે” તરત મંત્રી સમજી જઈ કહે છે “લ્ય સાહેબ, ત્યારે આજથી આ ધર્મનું સ્થાન, પિષધશાળા !” હવે આચાર્યદેવ કહે છે, “આમાં ધર્મ–સાધનાઓ સારી થશે!” સંમતિ ધર્મ-કાર્યમાં આપી. આમ મન-વચન-કાયા થતી પાપથી સર્વથાનિવૃત્તિને સાધુજીવનના એક અંગ તરીકે ધારણ કરવા સાથે, શુભ પ્રવૃત્તિ રૂપ બીજા અંગને મુનિ પાળનારા હોય છે, શું તે માટે કહ્યુ “પંચવિહાયાર-જાણુગા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચરિત્રચાર, તપાચાર, વીર્યાચાર,–એ પાંચ પ્રકારના પવિત્ર આચારના “સમ્યજ્ઞાતા,” અર્થાત, જ્ઞ–પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાવાળા, એટલે કે જાણનારા અને પાળનારા હોય છે. એમાં એમને ' સભ્યશાસ્ત્રજ્ઞાન, ૨ સમ્યગ્દર્શન 8 પંચમહાવ્રતમય સમ્યક્રચારિત્ર, * બાહ્ય-આભ્યન્તર તપ, અને એ ચારેમાં વીર્ય યાને પ્રબળ વિર્યોત્સાહના પોષક–સમર્થક–વર્ધક વિવિધ આચારે જ પાળવાના હોય છે આવું સુંદર આત્મયકારી અને પરને લેશ પણ પીડા નહિ આપનારું જીવનસ્વયં જીવવા ઉપરાંત,
તે મહષિઓ પરેપારમાં પણ રકત હોય છે; અવસર આવ્યે ભવ્ય જીવોને માત્ર પવિત્ર નિષ્પાપ જીવનનો ઉપદેશ કરી, દેત્યાગ અને ગુણપ્રાપ્તિમાં ઉત્સાહિત કરે છે. યેચ જીને સાધુપણું પળાવી પરનો ઉત્તમ ઉપકાર કરનારા સુનિએ જ છે.