________________
(૩) સાધુ શરણ-ત્રીજા નંબરમાં સાધુ મહાત્માનું મને શરણ છે. કેવળ સિદ્ધ ભગવતે જ શરણ નહિ, કિંતુ સાધુમહાત્માઓ પણ મારે શરણ છે. તે સાધુ ભગવંતો કેવા છે?
પ્રશાંત અને ગંભીર આશયવાળા છે. ક્ષમાનમ્રતાદિને ધારણ કરનારા હોવાથી એમના ચિત્તને પરિણામ (અવસ્થા) પ્રશાંત છે, પણ ઊછળતો ધમધમતો નથી. એમાંય ક્ષમા પહેલી, માટે જ એ ક્ષમાશ્રમણ કહેવાય છે. તેમજ એમની ચિત્તવૃત્તિ યાને આશય ગંભીર છે, પણ છીછરી અને મુદ્ર નથી. તુચ્છ ગણતરી, તુચ્છ સ્વભાવ, તુચ્છ લાગણી એમને નથી. સાચા સુખનું આ કેવું સુંદર સાધન! પામર પ્રાણુ આવેશને વશ થઈક્રોધમાં ધમધમતો બની પહેલાં તો જાતે જ દુઃખી થાય છે, વળી બીજાનેય દુખી કરે છે, ને પરિણામે પણ દુઃખને નેતરે છે. ક્ષમાશીલ મનુષ્ય, આવેશને રેકી કરેલ ચિત્તવાળે બનેલ, કઈ પણ આતરિક રાગાદિ ક્લેશનો ભંગ નથી પિતે બનતે, અને તેથી નથી બીજાને બનાવતે. એ તો સ્વપરનાં કર્મનાં વિચિત્ર નાટકને નિહાળત આપત્તિમાં પણ સાચી પ્રસન્નતા અનુભવે છે. એથી અવસરે બીજાને પણ ધાર્મિક અને પ્રશાંત બનાવી દે છે! યશોધર ચરિત્રમાં પ્રસંગ છે. સુદત્ત મુનિવર નગર બહાર ધ્યાનમાં ઊભા છે. રાજા શિકારે જવા નીકળેલ મુનિને જોઈ અપશુકન માનીને એમના પર શિકારી કૂતરા છેડે છે પરંતુ કતરા પ્રશાંત મુનિની નજીક પહોંચતાં, એમના તપ-સંયમની પ્રભાથી અંજાઈ જઈ શાંત થઈ ઊભા રહ્યા! રાજા ભ પામે. ત્યાં એક શ્રાવકના કહેવાથી સમયે કે “આ તે મેટા રાજકુમાર હતા અને મહાત્યાગી સાધુ બનેલ છે; એટલે રાજાને ભારે પસ્તાવે થયું કે હું કૂતરાથી ગ?” એ જઈને મુનિની ક્ષમા માગે