________________
૧૩૩
મોહરૂપી અંધકારને હટાવવા માટે સૂર્ય સમાન છે. મહએટલે સ–અસત્ના, સાચા-ખોટાના, તારક-મારકના, હિત-અહિતના, સ્વ–પરના, કાર્ય–અકાર્યના ઈત્યાદિના વિવેકને અભાવ, અવિવેક અને એથી આત્માની થતી મૂઢ અવસ્થા. એ મેહ ખરેખર ! વસ્તુનું સાચું દર્શન યાને ઉદાસીન તટસ્થ નિષ્પક્ષપાત દર્શન નથી કરવા દેતું; એટલે કે વસ્તુની રાગદ્વેષથી અકલંકિત એવી સાચી પીછાનને આવરે છે. માટે મેહ એ અંધકારતુલ્ય છે. તે શ્રત, સમ્યકત્વ અને ચારિત્રરૂપ ત્રિપુટીધર્મ આત્મામા સૂર્યવત્ પ્રકાશી એ મેહને દૂર કરે છે. તેથી હવે જગતની વસ્તુઓનું સાચું સ્વરૂપ આત્મામાં ભાસે છે. આ પ્રતાપ ધર્મને છે. “આવા ધર્મનું શરણું તે ઈચ્છાએ કરું છું કે અંશે પણ આવે ધર્મ પ્રાપ્ત થતાં જરૂર અંશે પણ આત્માની મૂઢ દશા નબળી પડે.
વળી આ ધર્મ “રાગદોસવિસપરમમતે રાગદ્વેષરૂપી વિષ(ઝેર)ને દૂર કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન છે. જેમ ઝેરથી પ્રાણીનું મૃત્યુ થાય છે, તેમ રાગદ્વેષથી આત્માનું ભાવમૃત્યુ થાય છે; અર્થાત્ ભાવ પ્રાણ જે જ્ઞાનાદિ, તે અટકી પડે છે. સાથે જ એ રાગદ્વેષથી બંધાયેલા તીવ્ર કર્મોને લઈને જીવને ભાવી અજ્ઞાન સંસારમાં ભભવે મૃત્યુ પામવું પડે છે. માટે રાગદ્વેષ એ વિચિત્ર ભયંકર ઝેર છે. ધર્મ એને ઘાત કરે છે, માટે ધર્મ એ ઝેરની સામે મંત્રતુલ્ય છે. આવા ધર્મનું શરણું તે શ્રદ્ધા માગે છે કે જે આત્મામાં ધર્મની સાચી સ્પર્શના કરવી હશે, તે રાગદ્વેષને પૂર્વની જેમ પાળી પિષી શકાશે નહિ, પણ ઓછા કરવા પડશે. અહા ! કે સુંદર આ ધર્મ ! કે એ પ્રાપ્ત થતાં રાગદ્વેષરૂપી ઝેર અને એથી ચડેલી મૂર્છા ઊતરી જાય!” સાથે,