________________
પ્રવૃત્તિ બહુ ઓછી; તે બનવું જોઈએ. પણ એ મુશ્કેલ છે, કેમકે દે જાણે સ્વભાવ થઈ પડ્યા છે, અને ગુણ અપરિચિત, કે અળખામણુ જેવા રહ્યા છે.
પંચસૂત્રમાં કહેલી વાતો સ્વીકારવા માટે આત્મામાંથી ભવાભિનંદીપણાના આ અપલક્ષણે-દુર્ગણે ચાલ્યા જવા જોઈએ. કેમકે ભવાભિનંદિની અંદર ક્ષુદ્રતા વગેરેનું જોર જ્યા સુધી હયાત છે, ત્યાં સુધી તેને તત્ત્વ પર દ્વેષ છે, તત્ત્વની રુચિ થતી નથી, સાચી તત્તવની એને સમજણ જ નહિ પડે. જ્યારે પંચસૂત્ર તે લાયકને જ સમજાય અને લાયકને જ અપાય. એ ગંભીર રસાયણ છે એ પચાવવા દેષ વિનાની અને જોરદાર હાજરી જોઈએ. હાજરીમા દે ખદબદતા હોય તો રસાયણ ફૂટી નીકળે. સર્વ જીને આ વસ્તુની પ્રાપ્તિ ન થાય. વાયડી વાતોથી આ ન મળે. ભવાભિનંદીના દુર્ગુણે ટાળવા જ જોઈએ, મન મારવું પડે, કાયા ઘસવી પડે, તુચ્છ લાભ જતા કરવા પડે, સ્વછંદતા મૂકવી પડે, અનંત જ્ઞાનીને સમર્પિત બનવું પડે. એ બધું આજ સુધી નથી કર્યું, માટેજ ભવાભિનંદી જીવ સંસારમાં રખડે છે.
મોક્ષ એ પાપપ્રતિઘાત વગેરેના ક્રમથી મળે. સાધનની ભૂમિકા તે પ્રમાણે જ રચાવી જોઈએ, અને સાધનાની ઈમારત તેજ કેમે પૂરી થવી જોઈએ પાપ પ્રતિઘાત માટે (૧) ભવાભિનદીના દુર્ગુણોનો નાશ કરવો જોઈએ, (૨) પંચસૂત્રમાં બતાવેલ સાધનાના કેમ ઉપર દેઢ શ્રદ્ધા જોઈએ. (૩) તે કેમ મુજબ પુરુષાર્થ કર જોઈએ. તે ધર્મ પુરુષાર્થ પણ (૧) સતત (૨) વિધિપૂર્વક અને (૩) હૃદયના બહુમાન સાથે, ચગ્ય કાળે અને (૪) જીવનમાં ઔચિત્ય જાળવીને થવો જોઈએ. આમ કરવાથી