________________
૧૧૨ ધર્મના ખબર પૂછજો.” આ સાંભળી અંબડના મનમાં આશ્ચર્ય થયું કે “આખા નગરમા પ્રભુને એક બાઈ ચુલસા જ ભક્ત જડી? ત્યારે એને ધર્મરાગ કેવક હશે? મારે એનું પારખું કરવું જોઈએ.”
અંબડે ત્યાં જઈ સુલતાના ઘરે પરિવ્રાજકના જ વેશે પ્રવેશ કર્યો. સુલસાએ વેશ પરથી કેઈ સિચ્ચાદષ્ટિ કુગુરુ સમજી એનો આદર ન કર્યો. અરે! સામું પણ જોયું નહિ. એના મનને નિશ્ચિત હતું કે “મારે અરિહંત અને નિર્ગમુનિનું શરણ છે એ પુરતું જ છે, એ જ તારણહાર છે, સંસારભય નિવારક છે. પછી મારે કુદેવ-કુગુરુની શી આશ કે એમનું સન્માન કરું ? રાગી–ષી દેવ અને આત્યંતર મમતાદિની સ્થિવાળા ગુરુના પોકળ શરણા શા ધરવા ? એથી મારું સમ્યક્ત્વરત્ન મેલું થાય કે જાય.”
અંબડે જોયું છે તો પાકી છતાં વિશેષ પારખું કરું? એ હતો વિદ્યાવાળે તે એણે ક્રમશઃ નગરના એકેક દરવાજા બહાર ઠાઠથી બ્રહ્મા–મહેશ–
વિષ્ણુ અને ૨૫ મા તીર્થંકરનાં રૂપ વિકુવ્ય. દરેક પ્રસંગે આખું નગર જેવા ઉલટયું, લોકમાં ચોમેર
વાહ ! ભગવાન સાક્ષાત્ પધાર્યા! અહો! અહે!” થઈ રહ્યું, હર્ષઘેલી પાડેણે સુલસાને લઈ જવા ઘણુંય નથી પરંતુ વીરમગ્ન સુલસાને એ જોવાનો કેઈજ ઉમળકો જ નહિ, તે એ ન જ ગઈ! એને મન એક અરિહંતનું જ શરણ એટલું દઢ ચોક્કસ છે કે
મારા એક નાથ અરિહંત મહાવીરના આંતર દર્શનમાથી પરવાયું તો બીજા હાલતુ-ફાલતુને જોવા જાઉ ને? ને બીજામાં જોવા જેવું છે પણ શું ? સકલ કલ્યાણનું એક કારણ માત્ર અરિહંત દેવ છે. અનંત જ્ઞાન અનંત સુખભર્યા સર્વ સિદ્ધ એમની ઉપાસનાથી જ થયા છે, એમના જે શાસનને સાધુ મહાત્માએ આરાધે