________________
૧૧૫ ભળી જાઉં, એમના સંપૂર્ણ આદેશમય જીવન કરી દઉં! બસ, હવે તે સંસારથી આમ છૂટી જાઉં!”
શરણ સ્વીકારની ચાવી :–અહીં એક વસ્તુ એ ધ્યાનમાં રહે કે શરણને સ્વીકાર આ રીતે થાય. દા. ત. કઈ જંગલમાં ખૂબ ધન લઈને માણસ ચાલ્યો જતો હોય, એમાં એની પાછળ જે ખૂની લૂંટારાઓ પડે છે ત્યારે એ કેટલા બધા ભયથી દેડતો હોય છે ? હવે તે વખતે જે સામેથી કેઈ શસ્ત્રધારી પાકા રક્ષક મળી જાય તો કેટલા વિશ્વાસ ને કેટલી બધી તીવ્ર આજીજીથી એમનું શરણું માગે ? પેલાઓ કહે કે તું “ફકર ન કરીશ. કોની તાકાત છે કે તેને કાઈ હાની કરી શકે ? એમ જે આશ્વાસન મળે છે તે આનાં મન પર પિલાઓના શરણ–સ્વીકાર કે ગદ્ગદભાવ આવી જાય છે ? ગગદ દિલથી કેવું એમનું શરણું સ્વીકારે છે ? એવી રીતે આપણને લાગવું જોઈએ કે “આ સંસાર અટવીમાં કર્મ અને કષારૂપી લૂંટારાઓથી આપણે પીછો પક ડાયેલા છીએ એમાં અનંત આત્મ–ધનનાશ અને જન્મ-મરણની પરંપરા નક્કી છે. આ સ્થિતિમાં જ્યારે આપણને ચોક્કસ રૂપે બચાવી શકનાર અરિહંતાદિ ચારની જે પ્રાપ્તિ થઈ છે, તો પછી આપણે અવશ્ય એમના શરણે જઈએ, પ્રાર્થના કરીએ, કે હે અરિહંત-સિદ્ધ-સાધુ અને ધર્મ ! મારે કેવળ આપનું જ શરણું છે. બીજે કઈ મારે આધાર નથી, કોઈ જ મારો રક્ષણહાર–તારણહાર નથી, બેલી નથી, નાથ નથી, આપજ મારે ત્રાણ-શરણ–નાથ છે.” હદયમા કર્મ અને કષાયના તીવ્ર ભય સાથે આ શરણું સ્વીકારવામાં આવે, અર્થાત્ “અરિહંતા મે શરણું' એ શરણું બાલતાં જ, (૧) એક બાજુ કર્મ—કષાયની ભયંકર જુલ્મઝડીનો ત્રાસ અનુભવાય, (૨) બીજી બાજુ અરિહંતાદિ ચારનું એમાંથી બચાવવાનું અકાય સામર્થ્ય સમજાય, અને (૩) એ બચાવની આપણે માટે અત્યંત