________________
૧૨૦ ચિંતામણિ રૂપ પ્રભુને પ્રાપ્ત કર્યા પછી હવે મારે શી ન્યૂનતા છે કે હું દુન્યવી કોઈ આપત્તિના પ્રસંગમાં ઓછું માનું અને દુઃખી થાઉ?
વળી “ભવજલધિ પિતા' –ભગવાન સંસારથી પાર ઉતારનારા હોવાથી ભવસાગરમાં જહાજ સમાન છે. એમના શરણે રહેલે જરૂર ભવસાગરને તરવા મથીશ એવા મારા કેડ છે. ભવ એટલે ચતુર્ગતિરૂપ સંસાર; તેમ વિષય અને કષાય, ને અનાદિની સંજ્ઞાઓ વગેરે પણ ભવ છે. એ બધાથી જીવને એ છેડાવે છે.
એગતસરણા –ભગવાન અરિહંત–દેવો જ એકાંતે શરણ કરવા યોગ્ય છે, કેમકે ભેદભાવ વિના પિતાના અપરાધી કે નિરપરાધી સર્વે આશ્રિતનું હિત કરનારા છે, અને તે પણ આશ્રિતના સર્વ હિતના કરનારા છે. એમના જે સર્વ–કલ્યાણ કરવાને મહાન ઉપકાર બીજે કશું કરી શકે એમ છે? જગતના પૃથ્વીકાય અપૂકાચ આદિ એકેન્દ્રિય જીવ સુધીના જીવનની ઓળખ અને દયા કરવાનું તીર્થકર ભગવાને શિખવાડીને ભવ્ય જીવોને એ જીવોની રક્ષા કરતા કર્યા. એટલું એ ઝીણા જીવોનું પણ હિત કરવાનું બીજા કોણે કર્યું છે? અને જે બીજો કોઈ તે નથી, તે એવા બીજાઓનું શરણું પણ હૃદયમાં કેમ રખાય ? રાખવાની જરૂર શી? માટે,
“અરહંતા સર” અર્થાત્ અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ... વગેરે અષ્ટમહાપ્રાતિહાર્યરૂપી પૂજાને લાયક એવા અહંન્દુ ભગવંતો મારે જાવજજીવ શરણ છે, આશ્રય છે; એમને જ મારે આધાર છે. જગતના કહેવાતા, કપિત કે નામના શરણે પર મને શ્રદ્ધા નથી. તેથી તે નામના શરણભૂત શેઠ, મિત્રો, કુટુંબ, ધન, સત્તા વિગેરેમાંનું કેઈ પણ અવસરે મને સહાય