________________
માન્ય ગણાય કે જે એમનાથી અન્ય કોઈમાં તે વિશેષણે ઘટે એવા નથી, બલકે તેથી વિપરીત સ્થિતિ છે, એવું હૃદયે સચોટ વસી જાય. તાત્પર્ય એ છે કે જેમનું શરણું સ્વીકારીએ છીએ, તેમનામાં મુખ્યપણે તે ગુણે માનવા જોઈએ, અને અન્યમાં તે ગુણે નથી બલકે પાપવર્ધક વિપરીત દે છે, એ પણ હદયના ઉંડાણમાં ઠસેલું હેવું જોઈએ. આમ કરવાથી સાચી રીતિએ તે તે ગુણેથી નિષ્પન્ન શ્રીઅરિહંત દેવ વગેરે જ સાચું શરણું આપનારા લાગશે; અને જીવ પણ એક માત્ર તેમનું જ શરણું સ્વીકારશે. એટલું જ નહિ, પણ આવું શરણ પામવાથી પોતાની જાતને મહા ભાગ્યશાળી સમજશે. પિતે આ શરણારૂપી રત્નનું મહાનિધાન પામ્યો, એનું એને ગૌરવ રહેશે. એની આગળ કોઈ સાંસારિક અનુકૂળતા ઓછી પણ મળી હશે તેને બહુ વિસાતમાં નહિ ગણે, ને તેથી એને ઓછું નહિ લાગે. શરણું પામ્યાથી એને સઘળું મળ્યું એમ લાગશે; સાથે હદયમા ખાતરી થતી જશે કે હવે મારે સંસારમાં દીર્ઘ ભ્રમણ હાય જ નહિ, પણ જલ્દીથી મુક્તિ પ્રાપ્ત થવી જ જોઈએ આ વસ્તુ હૃદયમાં સ્પશી એટલે શું થયું ? કહો કે એણે ભવરૂચિ અને મિથ્યાત્વ જેવા આવ્યો કે જે અશુભ કર્મના અનુબંધ કરાવનારા છે, તેને ત્યજી દીધા. એ આશ્રવ એજ પાપ. એનો નાશ એ પાપપ્રતિઘાત થશે. એટલે ગુણેના બીજનું આધાન થતાં શી વાર? અરિહંતદેવ આદિનાં શરણ સ્વીકાર આત્માને કેટલે મસ્ત રાખી પાપપ્રતિઘાતાદિ કરવામાં અતિ ઉપયોગી બને છે, એ આપણને સુલસા શ્રાવિકાના એક પ્રસંગમાં જોવા મળે છે.
૦ સુલસા શ્રાવિકાને શરણુ–સ્વીકાર – વિશ્વહિતકારી મહાવીર પ્રભુને અંખડ પરિવ્રાજક સુલસાના ગામ જતાં પૂછે છે, પ્રભુ! કાંઈ આજ્ઞા?' ત્યારે પ્રભુ કહે છે! “ત્યાં સુલસાશ્રાવિકાને