________________
૧૦૮ જોઈએ જ; અને તે આત્મામાં મહાન શુભ પરિણતિને જગાડ્યા વિના રહેતી નથી. પુણ્ય કે પાપ ત્રણ રીતે થાય,સ્વયં કરવાથી, અન્ય પાસે કરાવવાથી, કે જાતે અનમેદવાથી. આમાં ઉત્તમ (શુભ) અનુષ્ઠાનોની અનુમોદના એ પણ એક પ્રકારનું સેવન છે, એક પવિત્ર કાર્ય છે. તેથી વિશુદ્ધ ભાવ હૃદયમા જાગે છે.
આ ત્રણે ઉપાયે ઔચિત્ય, સતતપણું, સત્કાર અને વિધિથી સેવાતા ઔષધથી સાધ્ય રોગની જેમ તથાભવ્યત્વનો પરિપાક કરે છે, અને તે પરિપાક થતાં, પાપ કર્મ નાશ પામી શુદ્ધ ધર્મની ભાવથી પ્રાપ્તિ થઈ સંસારનો ઉછેદ થાય છે. જે કારણ થકી આ ત્રણ સાધનોથી અવશ્ય દુઃખમય, દુ ખફલક, અને દુઃખાનુબંધી સંસારના નાશરૂપ પ્રસ્તુત તત્ત્વની સિદ્ધિ થાય છે, એટલાજ માટે મોક્ષાથી ભવ્ય જીવે એ સચોટ ઉપાયોનું સેવન હંમેશા કરવું જોઈએ. તે પણ પ્રશસ્ત પ્રણિધાન, એકાગ્રતા, ભાવવિશુદ્ધિ અને કર્તવ્યના નિશ્ચય સાથે કરવું જોઈએ. અહીં કાળનો વિચાર નથી, કિંતુ જ્યારે જ્યારે એ કરાય ત્યારે ત્યારે સુંદર પ્રણિધાન સાથે કરવું જોઈએ, કેમકે કાર્ય–સિદ્ધિમાં પ્રણિધાન એ સાધનાનું પ્રધાન અંગ છે. કહ્યું છે કે પ્રણિધાનથી કરેલું કર્મ ઉત્કટ વિપાકવાળું માન્ય છે, કેમકે એમાં અવશ્ય અનુબંધ પડે છે, અને એથી આગળ પ્રવૃત્તિ વગેરે સિદ્ધિ સુધી પહોંચાડે છે. છેડશકમાં સાધક માટે પ્રણિધાન-પ્રવૃત્તિ-વિનય– સિદ્ધિ એ કેમ બતાવ્યો છે, તે પ્રણિધાનની અતિ આવશ્યકતા સૂચવે છે. છે શાલિભદ્રના જીવે પૂર્વભવમાં થોડું પણ દાન કર્યું, ને
ગુરુનો સત્કાર કર્યો, તેમાં ને અંતકાળે ય ગુરુનું અને ત્યાગધર્મનું કી જબરું શરણ કર્યું, આ બધું એવા પ્રણિધાનથી કર્યું કે પરભવે છે રેજની અમૂલ્ય નવાણું દેવતાઈ પેટી ઉપરાંત એનોય ત્યાગ અને - પ્રભુનું શરણ મળ્યાં!
.
.
A.