________________
૧૫
રોગ નાબુદ થાય. વાત સાચી છે કે શેઠની નોકરી સતત સેવવા છતાં નોકર બહુઆન ન ધરાવતો હોય તે તેની કિંમત નથી અંકાતી; સારો લાભ નથી મળતું. અથવા પત્નીની પતિ પ્રત્યેની ભલે સતત પણ જે સેવા આદર વિનાની હોય, તો એ પતિને જરાય આવઈ શકતી નથી. તેમ ધર્મને પણ સતત સેવવા છતાં આદર વિના સેવેલા ધર્મને હૃદયમાં આવઈ શકાતો નથી, એને હૃદયમાં પ્રતિપક્ષી મિથ્યાત્વ–કષાય વગેરેનું સ્થાન મટીને સમ્યગ્દર્શનાદિ શુધ્ધ ધર્મ સ્થાન પામી શકતો નથી.
(૪) વિધિ–આ ઉપરાંત ધર્મની શ્રવણાદિ સાધનામા વિધિનુ પાલન જરૂરી છે. આદર પૂર્વક અને સતત પણ સેવા કરનાર પુત્ર જે વિધિસર સેવા ન કરે, તે અવિવેકીપણાને લઈને પિતાને તેટલા પ્રમાણમાં આવી શકતો નથી સેવા વિધિસર જોઈએ. ઔષધ પણ સતત અને બહુશ્રદ્ધાપૂર્વક સેવાવા સાથે તે તે સમય, તે તે અનુપાન, તે તે કુપને ત્યાગ વગેરે વિધિપૂર્વક સેવાવું જોઈએ છે; નહિતર તે રોગને ન કાઢી શકે. મોટા રાજાની સરભરા પણ આદર ઉપરાંત વિધિને ય જરૂર માગે છે. તેવી જ રીતે ભવરેગને કાઢનાર ધર્મ–ઔષધનું સેવન શા કહેલી વિધિ મુજબ જ થવું જોઈએ.
અહીં, 8 ઑચિત્યમાં આજીવિકાનો ચગ્ય વ્યવસાય, ઉચિત લોક વ્યવહારનું પાલન, ઉચિત રહેણી કરણી, ઉચિત ભાષા ભજન, કુટુંબ--વડિલ-મિત્ર–મંડળ વગેરે સાથે ઉચિત વર્તાવ, આમ બધે જ ઔચિત્ય જોઈએ. સાતત્યમાં દર્શન–જ્ઞાન-ચારિત્રની તે તે પ્રવૃત્તિઓ જીવનમાં નિત્યકે કાળકાળે પણ નિયમિતપણે સળંગ ચાલવી જોઈએ, કે જેથી એના સંસ્કારો પર સંસ્કાર દૃઢ થતા થાય. આદરમાં તે તે ધર્મ અને ધમી પર, કિંમતી રત્નના નિધાનની જેમ પ્રીતિ, તેમની વાર્તા પર રાગ, તેમની નિંદાનું