________________
૧૦૪ (ઘાટ) કઠણ માટી પર ઉતારી શકાતા નથી, પરંતુ ટીપાઈ. ટીપાઈને કૂણી બનેલી માટી પર જ ઉતારી શકાય છે તેવી રીતે અનુચિત વર્તનથી કઠણ રહેલા આત્મા માટે સમજવું. માટી પર ઘડાની જેમ જ્ઞાન-દર્શન- ચારિત્ર પણ આત્માના પ્રદેશ પ્રદેશ પર ઉતારવાને પરિણામ છે. તે ત્યારે જ ઊતરે છે, જે આત્મા ઔચિત્યના પાલનથી મુલાયમ બને. એ કેમ? ઔચિત્ય જાળવવામાં આત્માને વધુ પડતો લોભ, કોધ અહંભાવ, ક્ષુદ્રતા વગેરે તજવા પડે છે, તેથી આત્મા પિચે પડે છે, મુલાયમ બને છે.
(૨) સાતત્ય–ભૂતકાળમાં અનંત ભવમાં મિથ્યાત્વની, અજ્ઞાનની તથા હિંસાદિ પાપની, અને ઇન્દ્રિયની અવિરતિની સતત ધારાબદ્ધ પાપપ્રવૃત્તિએ આત્મામાં મિથ્યાત્વ-ભાવ, મૂઢ દશા, અજ્ઞાન અને પાપપ્રવૃત્તિ દઢ કર્યા છે. આને મિટાવવા માટે પ્રતિપક્ષી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પ્રવૃત્તિ જીવનમાં સતત આચરાવી જોઈએ શરીરમાં દીર્ઘકાળથી ગાઢપણે વ્યાપી ગયેલ રોગને દૂર કરવા જેમ ઔષધનું સેવન સતત કરવું પડે છે, તેવું જ મિથ્યાત્વાદિ ગાઢ સંસાર–રોગને દૂર કરવા સમ્યગ્દર્શનાદિ સતત આચરવા જોઈએ.
(૩) સાર, --વળી તે ધર્મસેવન સત્કાર સાથે થાય; અર્થાત્ હૃદયના આદર -બહુમાન સાથે થવું જોઈએ. જીવે સંસાર-રોગને વધારનારા મોહને ખૂબ આદર સાથે સેવ્યો છે, માટે જ સંસારમાં અનેક કણ અને ત્રાસ વગેરે અનુભવવા છતાં સંસાર પરને મેહ, જેમ બહુ માનેલા-સત્કારેલા પુત્ર પરથી મેહ ન ખસે તેમ, ખસતો નથી, અને સંસાર ઉપર ઉદ્વેગ થતો નથી. એ તો મોક્ષસાધક સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ધર્મ પણ હૃદયના બહુમાન સાથે જે આચરાય તો જ મોક્ષપ્રીતિ વધે, મોહમાયા ઘટે, અને ફેમે કરીને સંસાર