________________
૧૦૨ ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક સુખાભાસ થાય છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયેલા તૃષ્ણાની ચળના દુઃખને વિષયસંપર્કથી ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક વિષયસુખ ભાસે છે; સુખાભાસ થાય છે. પરંતુ પછી ચળની જેમ ભયંકર નવી તૃણ ખણજ અને નવાં દુઃખને જગાવનાર બને છે. એટલે, વસ્તુ ત્યા સંસારની કઈ વાત એવી નથી કે જે દુ:ખરૂપ ન હોય અથવા જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, એ જ મહાન દુઃખ છે અને એ જ સંસાર છે.
(૨) વળી સંસાર દુઃખલક એ રીતે કે સંસાર ભવાન્તરમાં બીજી ગતિમાં જન્મ, જરા, જરા, મૃત્યુ, રોગ, શેક, વગેરે આપે છે, તેથી ફલરૂપે (પરિણામે) પણ સંસાર દુઃખ આપનારો છે. આનું કારણ એ છે કે પૂર્વ કર્મના હિસાબે અવશ્ય–વેદ્ય એવા આ જન્મજીવન–જરા–મૃત્યુ વગેરે એવી રીતે વિતાવાય છે કે એમાંથી ન જન્માદિરૂપ સંસાર પાછો દુખરૂપ ખડે થાય છે. માટે સંસાર ફળમાં પણ દુઃખ આપનારો છે. તે સંસારનું ફળ દુઃખ પણ
(૩) એકવાર આવી પતી જાય એમેય નહિ, પણ અનેક જન્મોનાં દુઃખની પરંપરા સજે છે; અર્થાત ૧. અનેક ભ સુધી વેઠવા પડે એવાં કર્મોને તથા ૨ અનેક ભવમાં જઈને નવાં નવાં અશુભ કર્મ ઊભાં કરે એવા કર્મ–બીજેને, વર્તમાન સંસાર પેદા કરતો હોવાથી જન્મ વગેરે ૯ ની પરંપરાને ચલાવનારે પણ છે, એટલે સંસાર દરખાનુબંધી છે. આ જોતાં,
“અહો ! આપણે જીવ ક્યારય છે? એને ભટકવાનું કેવા અનંત અનંત કાળ વહી ગયા છતાં ચાલુ છે! અને કેવાં ઘોર દુખે અનંત કાળથી એ વેઠી રહ્યો છે! છતા હજી આવા કારમા સંસારથી અરે! પાગલ એ થાક્યો નથી ? થાક્યો હોય કંટાન્ય હેય, તે સંસારનો અંત લાવવા કેમ કટીબદ્ધ ન થાય ? અનંત કાળના લેખામાં અતિ અલપ કાળવાળે આ માનવભવ કઈ ગણતરીમાં?