________________
૧૦૦ ઘડે કથંચિત સત્ છે, એટલે કે સત્ પણ છે, અને અસત્ પણ છે; અણઘડાયા રૂપે સત્ છે, ને ઘડાયેલા ગોળાકાર રૂપે અસત્ છે. જ્યારે તંતુમાં ઘડે સર્વથા અસત્ છે. હવે જે આત્માને પણ સર્વથા અસતુ માનીએ તો એ કદિયે પ્રગટ થાય નહિ માટે આત્મા અનાદિ કાળનો અને જડ ભૂતોથી તદ્દન જુદી જાતનો સિદ્ધ થાય છે. એ આત્મા પિતાના પ્રદેશ ઉપર કર્મના ચગે શરીર રચે છે.
પ્રશ્ન–પંચભૂતોના સમુદાયની વિશિષ્ટ શક્તિથી ચેતના કેમ ઉત્પન્ન ન થાય ?
ઉ૦–ભૂતસમૂહમા આવી કોઈ વિશિષ્ટ શક્તિ છે, એમાં પ્રમાણુ શું ? કેમકે તમે તો અદશ્ય શક્તિ માનો નહિ, અને પ્રત્યક્ષ શક્તિ ભૂતોમાં દેખાતી નથી. ચેતના જે દેખાય છે, તે કયાંથી આવી તેને તે પ્રશ્ન છે. અદશ્ય શક્તિ માને તો મરેલાં શરીરમાં પાંચ ભૂત છે, તે તેમાં કેમ ચેતના નહિ ? માટે કહે કે આત્મા એક સ્વતંત્ર વસ્તુ છે, તે અનાદિ સત છે, શરીર સાથે માત્ર તેને સંબંધ થાય છે એટલું જ; ને તેને જ જન્મવું કહે છે.
સંસારનું સ્વરૂપ –જેમ આ અનાદિકાળને છે, તેમ જીવને ભવ અર્થાત્ સંસાર પણ અનાદિ છે. તે “સંસાર એટલે આત્માની પલટતી રહેતી અશુદ્ધ અવસ્થા. આત્માની મનુષ્યાદિ ગતિ–શરીર વગેરે વિભાવ દશા “કોઈ કાળેય જીવ તદ્દન શુદ્ધ હતો ને ત્યારે સંસાર હતો જ નહિ” એવું નથી. જેમાં પ્રાણુઓ કર્મને પરવશ મનુષ્ય દેવ આદિ રૂપે ધાય છે (ભવતિ), એવા આ સંસારને ભવ કહે છે. તે અનાદિ સંસાર પણ અનાદિકાળથી કર્મ સંગથી ચાલ્યો આવે છે અનાદિની વસ્તુ સંસાર, એ અનાદિના જ કારણે એ હેય નહિતર તે જે પૂર્વે કોઈ વખતેય આત્મા કર્મસંગથી રહિત હોત, તો તે શુદ્ધ હોત; અને એમ શુદ્ધ આત્માને, મુક્તિ પામેલા જીવની જેમ, કદિએ સંસાર શરૂ થવાનું કોઈજ