________________
અને (૬) તેય દુઃખ એકવાર નહિ, પણ દુઃખની પરંપરાને ભવભવ સરજનારે છે.
પરમાત્માએ કહેલું જ ગ્રંથકાર કહે છે તે “અનુવાદ કરે છે” એમ કહેવાય. મહાપુરુષોના ઉપદેશને અનુવાદ એ પણ કલ્યાણરૂપ હેવાથી શુભ કાર્ય છે, તેથી તેના પ્રારંભે વિનપિશાચની શાતિ માટે પૂર્વના “નમો વાયરાગાણું' સૂત્રથી ઈષ્ટદેવને નમસ્કાર જે કર્યો તે મંગળ માટે છે.
મુક્તિની સાધનાના પ્રથમ પગથિયા તરીકે બતાવેલ છે પાપ–પ્રતિઘાત પાપનાશ, તેના ઉપાય અહીં કહેવા છે; તે એટલા જ માટે, કે પાપના ઉછેદથી સંસારને ઉચછેદ થાય. એ સંસાર કોને છે? ક્યારને છે? કેવી રીતે થયેલું છે? અને કેવા સ્વરૂપ અને પરિણામવાળો છે ? એ આ સૂત્રમાં બતાવ્યું છે. આ બધું “ઈહ” એટલે કે લેકમાં છે, અલેક આકાશમાં નહિ.
જીવ” એટલે આત્મા. “અતતિ” યાને ભિન્ન-ભિન્ન જ્ઞાનાદિ પર્યાયે (અવસ્થાઓ)માં સતત રહે તે આત્મા’. એ આત્મદ્રવ્ય અનાદિ કાળથી છે, સનાતન છે; પણ નહિ કે નવું જ ઉત્પન્ન થાય છે. શરીરથી આત્મા કે ચૈતન્ય તદ્દન નવું ઉત્પન્ન થાય એવું નથી. કેમકે પૂર્વે જે સર્વથા અસત્ હોય, તે કદિયે ઉત્પન્ન થઈ હયાતિમાં આવી શકે જ નહિ. તેમ અહીં પણ પંચભૂતના સમૂહથી આત્મા ન જ ઉત્પન્ન થતા મનાય નહિ જેમ માટીના પિંડામાં અપ્રગટરૂપે ઘડે છે, તો તેના ઉપરની ક્રિયાથી ઘડા પ્રગટ થાય છે. તંતુમાં અપ્રગટરૂપે પણ ઘડે નથી, તેથી તંત-ક્રિયાથી કદિયે ઘડે પ્રગટ થતું નથી. તેવી રીતે પૃથ્વી આદિ ભૂતમાં અપ્રગટરૂપે ચૈતન્ય છે જ નહિ, તેથી નવું જ પ્રગટ ન થાય, આત્મા તેનાથી ઉત્પન્ન થયે એમ ન કહેવાય. આ સિદ્ધાંતને સત્ કાર્યવાદ કહે છે. સ્યાદ્વાદનીશલીએ તો સદસત્કાર્યવાદ છે, અર્થાત્ દા. ત. માટીમાં