________________
૭૪
પરિણતિનું અવલોકન યાને તપાસ પણ કરતા રહેવું જોઈએ કે એ મન કેઈ અશુભ વિચાર અને અશુભ લાગણુઓમાં તે નથી ખેંચાતું ને? સાથે (૩) ગુણની સહજ સુંદરતાનું સચોટ હાર્દિક શકર્ષણ સહેજે રહેવું જોઈએ. એમ (૪) એથી વિપરીત દેની ઘણા પણ જીવતી જાગતી રાખવાની. (૫) ગુણપોષક સ્થાન અને નિમિત્તાનું સેવન પણ ચાલુ રહેવું જોઈએ. એ સત્સંગ અને કલ્યાણમિત્રને વેગ બરાબર રાખવું પડે.
આવી બધી તકેદારીથી કર્મને પશમ સાનુબંધ બને છે, ટકે છે, તેથી આરાધના અને આરાધક ભાવ સલામત રહે છે.
કદાચ સંગ–પરિસ્થિતિ કે અશક્તિવશ આરાધના ચૂકાઈને વિરાધના ઉભી થાય છે એવું દેખાય ત્યાં પણ દિલમાં આરાધક ભાવ તે બરાબર જાગ્રત્ રાખવાનો. - દિલને કમમાં કમ એટલું તો જરૂર લાગે કે “જિનની આજ્ઞા તે અસુક જ વાત ફરમાવે છે. હું કમનસીબ છું કે એ પાળી નથી શકતો. બાકી પાળવું તો એજ પ્રમાણે જોઈએ. જે એ પાળે છે તેને ધન્ય છે, અને મારી જાત માટે ઈચ્છું છું કે એ પ્રમાણે જ પાળનારો બનું ” આમ જિનાજ્ઞા પ્રત્યે સચોટ અપેક્ષાભાવ એ આરાધકભાવ ટકાવે છે. ઉપેક્ષા થાય તો આરાધભાવ જાય. નંદમણિયારને આરાધભાવ નષ્ટ :
આરાધભાવ નાશ પામે તો જીવનું ભારે પતન થાય છે. નંદમણિયાર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનને એક શ્રાવક. પણ કલ્યાણમિત્રરૂપ સદ્ગુરુ અને ધમી શ્રાવકેનો સંગ ચૂક્યો.