________________
હોય તો કરીએ,’ આવા આવા લેચા નહિ વાળવાના. નહિતર આરાધક ભાવ પણ ચાલ્યા જાય અને વિરાધક ભાવમાં પડી જવાય. ખરેખર જે આરાધક ભાવ હોય તો આરાધના શક્તિસંયોગે મુજબ કર્યા વિના દિલને ચેન જ ન પડે, અને જેમ જેમ આરાધના થતી જાય તેમ આરાધક ભાવ વધતો જાય.
જગદ્ગુરુ મહાવીર પરમાત્મા, એ પૂર્વભવે પ્રિયમિત્ર નામના ચક્રવત થયા, ત્યાં એમણે એક કોડ વરસ ચારિત્રની આરાધના ચકવતપણે મહાલેલા સુંવાળા સુકોમળ શરીરે ચકીપણાના વિભવ વિલાસ ફગાવી દઈને, એવી એવી જોરદાર કરી કે એમાં આરાધક ભાવ સારી રીતે ખૂબ પુષ્ટ થતો ગયો. પછી દેવલોકમાં જઈ આવી પચીસમાં ભવે નંદન રાજાના ભવમાં દીક્ષા લીધી. એક લાખ વરસ ઉગ્ર ચારિત્ર ઉપરાંત લાખેય વરસ માસખમણના પારણે મા ખમણ, એમ ૧૧ લાખ ૮૦ હજાર ઉપર મા ખમણની અત્યંત ઉગ્ર તપસ્યાની અને અરિહંતાદિ વીસ સ્થાનકની આરાધના કરી! અદભુત આરાધકભાવ વધાર્યું કે એમાં તીર્થકર નામકર્મ ઉપામ્યું ! જેથી પછી સ્વર્ગમાં જઈ માનવજન્મ ચારિત્ર અને ઉત્કટ આરાધના સાથે આરાધકભાવ સેવતાં વીતરાગ સર્વજ્ઞ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી થયા ! એ જગત-દયાળુ પ્રભુને અહીં ટીકાકાર મહર્ષિ પ્રારંભે નમસ્કાર કરે છે.