________________
૭૫
મિથ્યાત્વીઓના સંગમાં પડ્યો, તો ધીરેધીરે શ્રાવકપણાના ગુણ અને આચાર ચૂકતો ગયે. એકવાર એને પર્વતિથિએ પૌષધઉપવાસમાં રાતના તૃષા લાગી, મન વિકલ્પમાં ચડ્યું કે “જે પ્રવાસી માણસ અને ઢેર દૂરથી ગરમીમાં ચાલીને આવતા હશે એમને તરસની કેટલી બધી પીડા થતી હશે! ત્યારે મારા પૈસા શું કામના ? બસ, નગર બહાર એક સરસ વાવ બંધાવું. આ વિચારમાં પૌષધની પ્રતિજ્ઞા, શ્રાવકપણુંનાં વ્રત, અસંખ્ય અપકાયજીવો ને એના સંબંધી બીજા અગણિત ત્રસ જીવોની દયા, વગેરે ચૂક્યો ! અને પાછું આ વિચારમાં કાંઈ ખોટું લાગ્યું નહિ, જિનાજ્ઞાને અપેક્ષાભાવ ગયા, આરાધકભાવ નાશ પામ્યા! અને પાછે જે પિતે વાવડી બંધાવી એની અનમેદનામાં પડ્યો ! મરીને એજ વાવડીમાં દેડકા તરીકે ઉત્પન્ન થયે! ત્યાં લોકોને “વાહ નંદમણિયારે કેવી સરસ વાવ બંધાવી !” એ વારંવાર સાંભળતાં એને પૂર્વજન્મનું સ્મરણ થયું અને એને ત્યાં ખ્યાલ આવ્યો કે “મેં આરાધના સાથે આરાધક ભાવ પણ ગુમાવી વિરાધના અને વિરાધભાવ અપનાવ્યું તેથી આ તિર્યય યોનિમાં પટકાયો !” ભારે પશ્ચાતાપ કરે છે. પછી તે મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા જાણે પ્રભુ પાસે જતાં ઘોડાના પગ નીચે છુંદા; આરાધક ભાવમાં મરીને દેવ તરીકે ઉત્પન્ન થઈ ત્યાં પ્રભુના સમવસરણમાં આ ! આમ આરાધકભાવે એને તા.
એટલું ભૂલવાનું નથી કે આરાધનાથી આરાધક ભાવ આવે છે, ટકે છે, અને વધે છે. માટે આરાધનાની મનમાં જરાય ઉપેક્ષા નહિ લાવવાની. “એના વિના ચાલે, એ ન હોય તો ચ કાંઈ બહ વાધો નહિ, એ શક્તિ અને ભાવના